Not Set/ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાનો કર્યો ઇનકાર

દેશમાં કોરોનાનાં કહેરને ધ્યાનમાં લેતા લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે એક તરફ કોરોના આર્થિક દ્રષ્ટિએ દેશને પાછળ ધકેલી રહ્યુ છે, તો બીજી તરફ સત્તા પર આસીન સરકાર સેન્ટ્રલ વિસ્તાનો પ્રજેક્ટ લઇને આવી છે, જે ને લઇને આજે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો, જે અંતર્ગત 20,000 કરોડ […]

India

દેશમાં કોરોનાનાં કહેરને ધ્યાનમાં લેતા લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે એક તરફ કોરોના આર્થિક દ્રષ્ટિએ દેશને પાછળ ધકેલી રહ્યુ છે, તો બીજી તરફ સત્તા પર આસીન સરકાર સેન્ટ્રલ વિસ્તાનો પ્રજેક્ટ લઇને આવી છે, જે ને લઇને આજે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો, જે અંતર્ગત 20,000 કરોડ રૂપિયાનાં ખર્ચે મધ્ય દિલ્હીનાં લ્યુટિયન્સ ઝોનમાં નવી સંસદ અને કેન્દ્ર સરકારની કચેરીઓ બનાવવામાં આવવાની છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું, ‘પ્રોજેક્ટ સામે આવી જ અરજી કોર્ટમાં પેન્ડિંગ છે. ‘ભારતનાં ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘આવી જ પિટિશન બાકી છે અને તેની નકલ કરવાની કોઇ જરૂર નથી.‘ અરજદાર રાજીવ સુરીએ આ પ્રોજેકટ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી અને તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજીમાં સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ માટે જમીનનાં ઉપયોગને પડકારવામાં આવ્યો છે. તેણે આક્ષેપ કર્યો હતો કે લ્યુટિઅન્સનાં ક્ષેત્રમાં 86 એકરને આવરી લેતો આ પ્રોજેક્ટ “ઝડપી ચાલ” છે અને આ લોકોને ખુલ્લા અને લીલા સ્થાનોથી વંચિત રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.