Not Set/ દેશમાં લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, શું છે આજની સ્થિતિ?

સમગ્ર દુનિયાએ વર્ષ 2020 કોરોના મહામારી વચ્ચે નિકાળ્યુ છે. આજથી એક વર્ષ પહેલા દેશની જનતાએ લોકડાઉન જોયુ હતુ. જેને આજે 2021 માં એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યા

Top Stories India
  • દેશમાં આજે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ
  • દેશભરમાં એક વર્ષ બાદ પણ સ્થિતિ યથાવત
  • સંપૂર્ણ લોકડાઉનના 68 દિવસો ક્યારેય નહીં ભૂલાય
  • 1 જૂનથી 30 નવેમ્બર સુધી 6 તબક્કામાં અનલોક
  • દેશમાં 1 કરોડથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત
  • દેશમાં 1 લાખથી વધુના કોરોનાથી થયા મોત
  • ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોરોનાનો કેર
  • ગુજરાતના અનેક શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલુ
  • મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી લોકડાઉન

સમગ્ર દુનિયાએ વર્ષ 2020 કોરોના મહામારી વચ્ચે નિકાળ્યુ છે. આજથી એક વર્ષ પહેલા દેશની જનતાએ લોકડાઉન જોયુ હતુ. જેને આજે 2021 માં એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે આજે શું છે દેશની સ્થિતિ?

કોરોનાનું એક વર્ષ / અણધારી આવેલી આફત સામે ઓચિંતા લેવાયા પગલા, છતાં હતાં ત્યાં ને ત્યાં, જાણો એક વર્ષનો ઘટનાક્રમ

આજે દેશમાં લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયુ છે. લોકડાઉન કરવાનો હેતુ કોરોના પર કંટ્રોલ કરવાનો હતો, પરંતુ આજે એક વર્ષ પૂર્ણ થયા બાદ સવાલ ઉભો થાય છે કે, શું આ લોકડાઉનની અસર સકારાત્મક રહી કે નકારાત્મક? જવાબ દરેક પાસે છે, આજે પણ સ્થિતિમાં કોઇ ફેરફાર જોવા મળી રહ્યો નથી. સ્થિતિ આજે પણ યથાવત છે. થોડા દિવસો પહેલા જે કોરોના કંટ્રોલમાં દેખાઇ રહ્યો હતો, તે આજે સતત વધી રહ્યો છે. આજે પણ દેશની જનતા લોકડાઉનનાં તે 68 દિવસો ક્યારે ભૂલી શકે તેમ નથી. જો આજની સ્થિતિની વાત કરીએ તો દેશમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. વળી દેશમાં એક લાખથી વધુ દર્દીઓનાં કોરોનાનાં કારણે મોત થયા છે. દેશમાં પરિસ્થિતિ આજે પણ ખરાબ થતી સ્પષ્ટપણે જોઇ શકાય છે. તાજુ ઉદાહરણ મહારાષ્ટ્ર છે. જ્યા કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. અહી કોરોનાનાં કેર એટલો છે, કે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં બુધવારે નોંધાયેલા કોરોનાનાં આંકની જો વાત કરીએ તો અહી 31 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે, વળી અહી જૂના તમામ રેકોર્ડસ તૂટી ગયા છે. આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં પણ કોરોનાનાં અત્યાર સુધી તમામ રેકોર્ડ તૂટી ગયા છે. મુંબઈમાં કોરોનાનાં અંદાજે 5 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે, દિલ્હીમાં પણ એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો કેર આજે પણ યથાવત છે.

દિલ્હી પોલીસ એન્કાઉન્ટર / દિલ્હી પોલીસના એન્કાઉન્ટરમાં ઝડપાયા બે ઇનામ બદમાશો, બંનેના પગમાં વાગી ગોળી

મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીનાં ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ મંગળવારે કહ્યું હતુ કે, કેટલાક રાજ્યોમાં લોકડાઉન અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘દેશમાં કોવિડ-19 કેસ વધતા જતા મધ્યપ્રદેશ સરકાર રવિવારે બે થી ત્રણ શહેરોમાં લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી છે. ઇન્દોર અને ભોપાલમાં દરરોજ કોરોના વાયરસનાં સંક્રમણનાં 300 થી 400 કેસ નોંધાય છે. જો સંક્રમણનાં કેસોની ગતિ આ રીતે સતત વધતી રહે છે, તો અમે ટૂંક સમયમાં પૂર્વ પરિસ્થિતિમાં પહોંચીશું. તેથી, હાથ જોડીને, મારી પ્રાર્થના છે કે લોકો સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાનું પાલન કરે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર રવિવારે 2-3 શહેરોમાં લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી છે. આ અગાઉ રાજ્ય સરકારે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા દર રવિવારે ત્રણ શહેરો ઇન્દોર, ભોપાલ અને જબલપુરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

અમદાવાદીઓ આનંદો / શહેરમાં આજથી મેટ્રો ટ્રેન સેવા શરૂ, જનતાને મળશે રાહત

મહારાષ્ટ્ર ઉપરાંત, પંજાબ, ગુજરાતમાં પણ કોરોનાની ગતિને રોકવા માટે નાઇટ કર્ફ્યુ જેવા કડક પગલા લેવામાં આવી રહ્યા છે.  ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 31 માર્ચ સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યુ છે. વળી પંજાબમાં સવારે 9 થી સવારે 5 વાગ્યા સુધી લુધિયાણા, પટિયાલા, હોશિયારપુર, જલંધર અને ફતેહગઢ સાહિબ સહિતનાં ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ છે. હાલમાં ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો, અહી દિવસો જતા કોરોનાનાં કેસો વધી રહ્યા છે.  ગુજરાતમાં એક સમયે લાગી રહ્યુ હતુ કે, કોરોના કાબુમાં આવી ગયો છે. પરંતુ આજની પરિસ્થિતિ આપણા સૌની સામે છે. સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિને જોતા ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં એકવાર ફરી કોરોનાએ માથુ ઉચક્યું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. એક વર્ષ પહેલા લોકડાઉન લાગુ કર્યા બાદ એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે, કોરોનાને આપણા નજીકનાં દિવસોમાં હરાવી દઇશું. પરંતુ આજે સ્થિતિ તે વિચારથી બિલકૂલ વિપરીત જોવા મળી રહી છે. રાજ્યમાં થોડા દિવસો પહેલા કોરોનાનાં જે કેસ 500 ની અંદર આવી રહ્યા હતા તે આજે અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યા છે. તેના પરથી સમજી શકાય છે કે સ્થિતિ શું બની રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે, પરંતુ સ્થિતિમાં કોઇ ખાસ ફેરફાર ન થતા આવતા સમયમાં સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવે તો નવાઇ નહી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ