Dating App Mistakes to Avoid: ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા નવા લોકોને મળવું અને સંબંધો બાંધવા એ એક રોમાંચક અનુભવ હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં દરેક વ્યક્તિ સાચો જ હોય તે જરૂરી નથી. ઘણીવાર ડેટિંગ (Dating) એપ પર છેતરપિંડી કે સુરક્ષાના જોખમો ઉભા થાય છે. તમારી ડેટિંગ સફરને સુરક્ષિત અને સુખદ બનાવવા માટે તમારે કેટલીક મહત્વની મર્યાદાઓ નક્કી કરવી પડશે.
તમારી પ્રોફાઇલ અને અંગત વિગતો સુરક્ષિત રાખો
જ્યારે તમે ડેટિંગ (Dating) એપ પર તમારી પ્રોફાઇલ બનાવો છો, ત્યારે તમારી બધી જ સાચી અને વિગતવાર માહિતી આપવાની ઉતાવળ ન કરો. યાદ રાખો કે તમારી પ્રોફાઇલ અજાણ્યા લોકો જુએ છે. તમારું આખું નામ લખવાને બદલે માત્ર પ્રથમ નામ અથવા ‘નિક નેમ’ (Nick Name) નો ઉપયોગ કરો. તમારો અંગત ફોન નંબર, ઓફિસનું સરનામું કે ઈમેલ આઈડી ક્યારેય જાહેર પ્રોફાઈલમાં ન મૂકો. જે વિગતોથી તમારી ઓળખ સરળતાથી ટ્રેક થઈ શકે તેવી હોય, તેને ખાનગી રાખવી જ હિતાવહ છે. જ્યાં સુધી સામેની વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો ન આવે ત્યાં સુધી અંગત(Dating) વિગતો શેર ન કરો.
સ્પષ્ટપણે ‘ના’ (No) કહેતા શીખો
ઓનલાઇન વાતચીત દરમિયાન જો કોઈ વ્યક્તિ તમને એવી વાતો પૂછે કે એવા કામ કરવાનું કહે જેમાં તમે અસહજ (Uncomfortable) અનુભવો, તો તરત જ ‘ના’ કહી દો. ઘણા લોકો સંબંધ બગડવાના ડરથી કે સામેની વ્યક્તિને ખોટું લાગશે તે વિચારીને ચૂપ રહે છે, પરંતુ આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ખરેખર તમારામાં રસ ધરાવતી હશે અને સજ્જન હશે, તો તે તમારી મર્યાદા અને તમારા ‘ના’ કહેવાનો આદર કરશે. જો કોઈ વારંવાર દબાણ કરે, તો તેને તાત્કાલિક બ્લોક કરી દેવો જોઈએ.
ઉતાવળ ન કરો, વિચારીને નિર્ણય લો
ડેટિંગ (Dating) એપ પર શરૂઆતની વાતોમાં દરેક વ્યક્તિ પરફેક્ટ અને પ્રેમાળ લાગે છે, પરંતુ કોઈની પણ અસલિયત જાણવામાં સમય લાગે છે. કોઈ વ્યક્તિ ઓનલાઇન ગમે તેટલી સારી કેમ ન લાગે, તેની સાથે મળવા કે આગળ વધવા માટે ઉતાવળ ન કરો. તેને સમજવા માટે પૂરતો સમય લો અને તેની વાતોમાં કોઈ વિરોધાભાસ છે કે કેમ તે ચકાસો. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા નજીકના મિત્રો કે પરિવારના સભ્યોની સલાહ ચોક્કસ લો. ત્રીજી વ્યક્તિનો દૃષ્ટિકોણ ઘણીવાર આપણને સત્ય જોવામાં મદદરૂપ થાય છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને Dating એપ સાથે લિંક ન કરો
આજકાલ ઘણી એપ્સ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ સાથે સિંક (Sync) કરવાનો વિકલ્પ આપે છે, જે ટાળવો જોઈએ. જો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ડેટિંગ (Dating) એપ સાથે જોડો છો, તો સામેની વ્યક્તિ તમારા ફોટા, મિત્રો, લોકેશન અને અંગત જીવન વિશે ઘણી બધી માહિતી એકત્રિત કરી શકે છે. જો તે વ્યક્તિ ખોટા ઈરાદા ધરાવતી હોય, તો તે તમારી આ વિગતોનો દુરુપયોગ કરી શકે છે અથવા તમને બ્લેકમેલ પણ કરી શકે છે. હંમેશા ડેટિંગ (Dating)એપ માટે અલગ ઈમેલ અને યુનિક પ્રોફાઈલનો જ ઉપયોગ કરો.
વધુ પડતા ફોટા અને વીડિયો શેર કરવાથી બચો
ચેટિંગ દરમિયાન ઉત્સાહમાં આવીને તમારા અંગત ફોટા કે વીડિયો ક્યારેય શેર ન કરો. ડિજિટલ દુનિયામાં એકવાર મોકલેલી વસ્તુ હંમેશા માટે રેકોર્ડ થઈ જાય છે. જે વ્યક્તિ ખરેખર તમારી સાથે ગંભીર સંબંધ ઈચ્છતી હશે, તે ક્યારેય તમને પ્રાઈવેટ ફોટા મોકલવા માટે દબાણ નહીં કરે. હંમેશા યાદ રાખો કે ‘વર્ચ્યુઅલ ટ્રસ્ટ’ કરતા તમારી ‘સેલ્ફ સેફ્ટી’ વધુ મહત્વની છે. કોઈ અજાણી વ્યક્તિ તમારી સંવેદનશીલ વિગતો કે ફોટાનો ગેરલાભ ઉઠાવી શકે છે, તેથી સતર્ક રહો.
આ પણ વાંચો: સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ
આ પણ વાંચો: સેક્સ્યુઅલ વેલનેસ એટલે શું? તેને સમજવી કેમ જરૂરી છે? જો અવગણશો તો જીવનમાં આવી શકે છે હતાશા
આ પણ વાંચો: જવાબદારીઓના ચક્કરમાં ક્યાં ખોવાઈ જાય છે પ્રેમ? લગ્નજીવનમાં રોમાન્સ જાળવી રાખવા માટે ખાસ ટિપ્સ


