Relationship News/ જવાબદારીઓના ચક્કરમાં ક્યાં ખોવાઈ જાય છે પ્રેમ? લગ્નજીવનમાં રોમાન્સ જાળવી રાખવા માટે ખાસ ટિપ્સ

લગ્નના થોડા વર્ષો પછી જવાબદારીઓ વધતા Relationshipમાંથી રોમાન્સ કેમ ગાયબ થઈ જાય છે? સ્માર્ટફોન અને કામના બોજની સંબંધો પર કેવી અસર થાય છે, તે વિશે વાંચો આ ખાસ લેખ.

Trending Tips & Tricks Lifestyle Relationships
Relationship

Relationship Advice: લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું બંધન છે. શરૂઆતના દિવસોમાં પાર્ટનરને મળવાની ઉતાવળ અને સતત ફોન પર વાતો કરવી એ જીવનને જીવંત રાખે છે. પરંતુ જેમ જેમ વર્ષો વીતે છે, તેમ તેમ ઘરની જવાબદારીઓ વધતી જાય છે અને દંપતીઓ (Relationship) રોબોટ જેવું મિકેનિકલ જીવન જીવવા લાગે છે. ચાલો જાણીએ કે શા માટે લગ્નજીવનમાં રોમાન્સની જગ્યા નીરસતા લઈ લે છે.

પાર્ટનરને ‘ગેરંટીડ’ માની લેવાની ભૂલ

લગ્નના શરૂઆતના ગાળામાં કપલ્સ એકબીજાને ઈમ્પ્રેસ કરવા માટે ડ્રેસિંગથી લઈને વર્તન સુધીનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ લગ્ન થઈ ગયા અને બાળકો થઈ ગયા પછી, મોટાભાગના લોકો એકબીજાને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ (ગેરંટીડ) માની લે છે. તેમને લાગે છે કે હવે એકબીજાને ખુશ કરવાની કે સરપ્રાઈઝ આપવાની શું જરૂર છે? આ માનસિકતાને કારણે સંબંધોનો ઉત્સાહ અને સ્પાર્ક ધીમે ધીમે ઓછો થવા લાગે છે.

Relationship

માત્ર કામ અને ઘરખર્ચની વાતો કરવી

થોડા વર્ષો પછી પતિ-પત્ની વચ્ચેની વાતો પ્રેમ (Relationship) અને રોમાન્સથી હટીને માત્ર ઘરના કામો અને ખર્ચાઓ સુધી મર્યાદિત થઈ જાય છે. સવારથી સાંજ સુધી વીજળીનું બિલ ભરવું, રસોઈમાં શું બનાવવું, બાળકોની ફી અને ઓફિસના ટેન્શન જેવી બાબતો જ મુખ્ય વિષય બની જાય છે. જ્યારે સંવાદ માત્ર જવાબદારીઓ પૂરતો જ રહે છે, ત્યારે સંબંધ નીરસ અને ભાવનાત્મક રીતે ખાલીપો અનુભવવા લાગે છે.

‘પરફેક્ટ’ બનવાની હોડમાં રોમાન્સનો ભોગ

લગ્ન અને બાળકો પછી વ્યક્તિ પર પરફેક્ટ પેરેન્ટિંગ, પરફેક્ટ કરિયર અને પરફેક્ટ ઘર ચલાવવાનું દબાણ વધે છે. કપલ્સ (Relationship) આ બધી જવાબદારીઓ નિભાવવાની દોડમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે દિવસના અંતે તેઓ શારીરિક અને માનસિક રીતે એટલા થાકી જાય છે કે એકબીજા સાથે બે ઘડી પ્રેમની વાતો કરવા માટે તેમની પાસે ઉર્જા જ બચતી નથી.

Relationship

સ્ક્રીન અને સોશિયલ મીડિયાનો અતિરેક

આજકાલ ડિજિટલ અંતર લગ્નજીવન માટે મોટો ખતરો બની ગયું છે. બેડરૂમમાં સાથે હોવા છતાં, બંને પાર્ટનર (Relationship) પોતપોતાના ફોનમાં સોશિયલ મીડિયા પર વ્યસ્ત હોય છે. એકબીજાની આંખોમાં જોવાને બદલે સ્ક્રીન પર જોવાની આ આદત ઈમોશનલ અંતર વધારે છે. આ ડિજિટલ ગેપને કારણે દંપતી એક જ ઘરમાં હોવા છતાં અલગ-અલગ દુનિયામાં જીવતા હોય તેવું લાગે છે.


આ પણ વાંચો:  સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ

આ પણ વાંચો: સેક્સ્યુઅલ વેલનેસ એટલે શું? તેને સમજવી કેમ જરૂરી છે? જો અવગણશો તો જીવનમાં આવી શકે છે હતાશા

આ પણ વાંચો: શું સેક્સ ખરેખર ડિપ્રેશન દૂર કરી શકે છે? જાણો શું કહે છે વિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર