Lifestyle: ઓટ્સ અપ્પમ (Oats Appam)થી વધુ સારો નાસ્તો હોઈ જ ન શકે! ઓટ્સ ફાઇબર અને પ્રોટીન (Fiber and Protein)થી ભરપૂર હોય છે અને જે તમારા પેટને લાંબો સમય ભરેલું રાખે છે.
સવાર-સવારની દોડધામમાં લોકોને એ સમજ નથી પડતી કે નાસ્તામાં શું બનાવવું. વળી સાંજે થાકીને આવ્યા પછી પણ ડિનરમાં શું કરવું એનો ક્યારેક કંટાળો આવતો હોય છે. તમે જો એવા નાસ્તા કે ડિનરની શોધમાં છો જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોય અને એનાથી વજન પણ ઘટે (Weight Loss Recipe) અથવા નિયંત્રણમાં રહે તો ઓટ્સ અપ્પમથી વધુ સારો નાસ્તો હોઈ જ ન શકે! ઓટ્સ ફાઇબર અને પ્રોટીન (Fiber and Protein)થી ભરપૂર હોય છે અને જે તમારા પેટને લાંબો સમય ભરેલું રાખે છે. તો ચાલો જોઇએ ઓટ્સ અપ્પમની સરળ રેસિપી…
અપ્પમ મૂળ દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુ ની પરંપરાગત વાનગી (Traditional South Indian dish) છે, પરંતુ તેમાં ઓટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ‘ઓટ્સ અપ્પમ’ (Oats Appam) એક આધુનિક અને હેલ્ધી ફ્યુઝન રેસીપી છે જે ભારતમાં ધણી જ લોકપ્રિય છે.
શાકભાજીને સમારવાની તૈયારી કરી રાખી હોય તો માત્ર દસ કે પંદર મિનિટમાં તૈયાર થનારી આ વાનગી હૅલ્ધી (Healthy) પણ છે અને ટેસ્ટી પણ! એને વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તમે એમાં તમારી પસંદની શાકભાજી પણ ઉમેરી શકો છો. આ નાસ્તાને તમે હળવા ડિનર (Dinner) કે બ્રેકફાસ્ટ (Breakfast) તરીકે પણ ગ્રહણ કરી શકો છો. આ સુપર હૅલ્ધી અને ટેસ્ટી (Tasty) નાસ્તો એનર્જીનો ભરપૂર સ્ત્રોત (Energy Source) છે અને કેવળ 10 મિનિટમાં રેડી (10 Minute Recipe) થઇ જાય છે. વળી, બાળકોને ટિફિન (Lunchbox)માં આ વાનગી આપવાથી એમનું પેટ પણ ભરાશે અને એમને પોષણ પણ મળશે. કારણ કે આ તદ્દન ઓછા તેલમાં તૈયાર થઇ જાય છે. આ ઓટ્સ અપ્પમ (Oats Appam)ને શૅલો ફ્રાય (Shallow Fry) કરવાથી એનો સ્વાદ અનેકગણો વધી જાય છે. તો ચાલો હવે આ સુપર હૅલ્ધી રેસિપી બનાવવાની રીત અને એના માટે આવશ્યક સામગ્રી વિશે જાણી લઇએ…
શી રીતે બનાવશો ઓટ્સ અપ્પમ? (Oats Appam Recipe)
ઓટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી (Oats Appam) માટે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ઈન્સ્ટન્ટ ઓટ્સ
પા કપ સોજી
અડધો કપ તાજું દહીં
આવશ્યકતા અનુસાર પાણી
અડધી ચમચી ઈનો અથવા બેકિંગ સોડા
સ્વાદાનુસાર મીઠું
મનપસંદ શાકભાજી
1 નાની ડુંગળી
અડધો કપ છીણેલું ગાજર
1-2 લીલા મરચાં
2 મોટા ચમચા તાજી કોથમીર
વઘાર માટે
1 ચમચી નાની ચમચી તેલ/ઘી
1\2 ચમચી રાઈ
7-8 મીઠા લીમડાના પાન

બનાવવાની વિધિ
1. ઓટ્સને એક કડાઈમાં 2 મિનિટ માટે હળવા શેકી લો. ઠંડુ કરીને એને મિક્સરમાં વાટી લઈને અધકચરો પાવડર બનાવી લો.
2. એક મોટા બાઉલમાં ઓટ્સ પાવડર, સોજી, દહીં અને સ્વાદાનુસાર મીઠું (Salt) મિક્સ કરો,
3. થોડું-થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવી લો. 10 મિનિટ ઢાંકીને મૂકી રાખો જેથી સોજી અને ઓટ્સ સારી રીતે ફૂલી જાય.
4. 10 મિનિટ બાદ એમાં મનપસંદ શાકભાજી (Vegetables) જેવા કે સમારેલી ડુંગળી, છીણેલું ગાજર, સમારેલી શિમલા મિર્ચ, લીલા મરચાં અને તાજી સમારેલી કોથમીર ઉમેરો.
5. બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ હોવી જોઇએ. એમાં વઘારની તૈયારી કરો.
6. એક નાના પૅનમાં તેલ ગરમ કરીને રાઈ અને મીઠા લીમડાના પાન ઉમેરો. વઘાર તતડે એટલે બેટરમાં મિક્સ કરીને સારી રીતે ભેળવી દો.
7. અપ્પમ પૅનમાં 2-3 ટીપાં તેલ કે ઘી લગાવીને ગ્રીસ કરી લો. હવે અપ્પમ બેટરમાં ઈનો અથવા બેકિંગ સોડા મિક્સ કરીને ઉપર 1 ચમચી પાણી ઉમેરીને હલાવી લો.
8. હવે અપ્પમ પૅન (Appam Pen)ને ગરમ કરીને ચમચીની મદદથી બેટર ભરો.
9. પૅનને ઢાંકીને મધ્યમથી ધીમા તાપે પકાવી લો. એક બાજુ સોનેરી થાય પછી સાચવીને ઉપર તેલ લગાવીને ચમચીની મદદથી પલટાવી દો અને બીજી તરફ પણ સરસ શેકી લો.
તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ હૅલ્ધી ઓટ્સ અપ્પમ…જેને તમે મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો. કોપરા-સીંગદાણાની ચટણી આમાં સરસ લાગે છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…
