The Kerala Story/ The Kerela Story Box Office Day 18:’ધ કેરળ સ્ટોરી’ હજુ પણ મચાવી રહી છે ધૂમ 

 કેરલ સ્ટોરી (The Kerela Story)200 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે, અને સોમવારે કેરળ સ્ટોરીએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Trending Entertainment
the kerela story

કેરલ સ્ટોરી(the kerela story) તેની રિલીઝના પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર ખુબ જ કમાણી કરી રહી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મ 200 કરોડના ક્લબને લઈને ચર્ચામાં હતી. અને  હવે સોમવારે, કેરળ સ્ટોરીએ  આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કેરળ સ્ટોરી 5મી મેના રોજ રીલિઝ થઈ અને થિયેટરોમાં શાનદાર કમાણી કરી રહી છે. એવામાં ત્રીજા વિકેન્ડ પર આ ફિલ્મના કલેક્શનમાં ઉછાળો આવ્યો હતો. અને હવે તો ધ કેરલ સ્ટોરીએ  આ સોમવારે 200 કરોડના ક્લબમાં પ્રવેશ મેળવી લીધો છે.

વીકેન્ડ પર ફિલ્મે મારી જમ્પ

ધ કેરલ સ્ટોરીના ત્રીજા વીકેન્ડ કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે ફિલ્મે 6.60 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. તે જ સમયે, શનિવારે 9.15 કરોડ અને રવિવારે 11.50 કરોડની કમાણી કરી. આ સાથે, ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 198.97 કરોડનું કલેક્શન કર્યું હતું.

18માં દિવસે કમાયા આટલા કરોડ

ધ કેરલ સ્ટોરીના સોમવારના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મની કમાણી 200 કરોડને પાર કરી ગઈ છે. શરૂઆતના આંકડાઓ મુજબ, કેરલ સ્ટોરીએ 22 મેના રોજ બોક્સ ઓફિસ પર લગભગ 5.50 કરોડની કમાણી કરી છે. આ સાથે ધ કેરળ સ્ટોરીનું ટોટલ નેટ કલેક્શન 204.47 કરોડ સુધી પહોંચી ગયું છે.

કેરલ સ્ટોરી પ્રોફિટ

અદાહ શર્માની ધ કેરલ સ્ટોરીએ  તેની રિલીઝના થોડા જ દિવસોમાં ક તેનો પ્રોફિટ કમાઈ લીધો હતો. અને હવે ફિલ્મ વધુ ને વધુ પ્રોફિટ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મનું બજેટ 40 કરોડની આસપાસ હતું અને આ ઓછા બજેટમાં બનેલી ધ કેરલ સ્ટોરીએ 18 દિવસમાં  જ 204.47 કરોડનું કલેક્શન કર્યું છે, એટલે કે ફિલ્મે બજેટ કરતાં લગભગ 5 ગણી વધુ કમાણી કરી છે.

250 કરોડનું કલેક્શન થશે?

જે ગતિથી ફિલ્મ આગળ વધી રહી છે તેને જોતા એવું જ લાગે છે કે આગામી સમયમાં પણ આ ગતિ અટકે તેવું લાગતું નથી, અને તે કારણથી જ ધ કેરલ સ્ટોરી 250 કરોડના કલેક્શન તરફ જશે તેવું લાગી  રહ્યું છે.  સુદીપ્તો સેનની ફિલ્મ કે જે શરૂઆતમાં વિરોધનો સામનો કરી રહી હતી તે અત્યારે ઘણો  જ સારો બિઝનેસ કરી રહી છે.

 

આ પણ વાંચો : Cannes Film Festival/કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સુંદરીઓનો જામ્યો મેળો, દરેક પોતાના લુકથી મચાવી રહ્યા છે ધૂમ

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ-માનસિક આરોગ્ય/ધ રોક(ડ્વેન જોન્સન)ના ડીપ્રેશન પર દીપિકા પાદુકોણએ આપ્યું એવું રિએક્શન, કહ્યું મેન્ટલ હેલ્થ મેટર કરે છે

આ પણ વાંચો: Bollywood/વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર ‘ધ કેરળ સ્ટોરી’, અમેરિકા-કેનેડામાં રિલીઝ, ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મ એક મિશન છે