Not Set/ ગૌતસ્કરોની ટ્રક ઝુપડીમાં ઘૂસી જતાં છનાં મોત, પીઆઈ સહીત છ પોલીસકર્મી સસ્પેન્ડ

ચન્દૌલી: નવા વર્ષની પહેલી સવાર ઉત્તર પ્રદેશના એક પરિવાર માટે મોત બનીને આવી હતી. ચન્દૌલી જિલ્લાના ઇલિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલા માલદહ ગામમાં આ ઘટના બની હતી. જેમાં પોલીસના ડરથી ભાગી રહેલી પશુ ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલી એક ઝુંપડીમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે ઝુંપડીમાં રહેતા પરિવારના છ સભ્યોના […]

Top Stories India Trending
Six Died after A truck carrying cattle smash into Hut, Six policemen suspended including PI

ચન્દૌલી: નવા વર્ષની પહેલી સવાર ઉત્તર પ્રદેશના એક પરિવાર માટે મોત બનીને આવી હતી. ચન્દૌલી જિલ્લાના ઇલિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલા માલદહ ગામમાં આ ઘટના બની હતી. જેમાં પોલીસના ડરથી ભાગી રહેલી પશુ ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલી એક ઝુંપડીમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે ઝુંપડીમાં રહેતા પરિવારના છ સભ્યોના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશના ચન્દૌલી જિલ્લામાં એક ગેરકાયદેસર રીતે પશુ ભરીને મિની ટ્રક બિહાર જઈ રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક મિની ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુને લઈ જવામાં આવી રહ્યા છે. જેના કારણે પોલીસ દ્વારા આ ટ્રકનો પીછો કરવામાં આવી રહ્યો હતો. પોલીસને પીછો કરતી જોઈને ટ્રકના ચાલકે પૂરઝડપે પોતાનું વાહન ભગાવ્યું હતું. આ દરમિયાનમાં માલદહ ગામ નજીક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના લીધે ટ્રક રોડની સાઈડમાં આવેલી એક ઝુંપડીને રગદોળીને ખેતરમાં ઘૂસી ગઈ હતી.

ગેરકાયદે પશુ ભરેલી ટ્રકના ચાલકે ઝુંપડીને રગદોળી નાખતા ઝુંપડીમાં રહેલી આઠ વ્યક્તિમાંથી છ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં એક પુરુષ, બે મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જયારે અન્ય બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના બની ત્યારે ઝુંપડીમાં રહેલ પરિવારના તમામ સભ્યો સૂઈ રહ્યા હતા. તેમને ખબર જ ન પડી કે ક્યારે મોત તેમની નજીક આવી ગઈ. આ ઘટના બાદ સમગ્ર ગામમાં હંગામો મચી જવા પામ્યો હતો. ઝુંપડીમાં રહેતા પરિવારના છ સભ્યોએ તો ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો હતો. જયારે ઘાયલ થયેલા બે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

આ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા સૈકડો ગામજનોએ પોલીસે મૃતદેહોનો કબજો લેતા અટકાવ્યા હતા અને રસ્તા ઉપર આવી ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડીએમ (કલેકટર) અને એસપી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડીએમ અને એસપીએ ગામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગામજનોએ સ્થાનિક પોલીસ સામે લાપરવાહી અને પશુ તસ્કરીમાં સંલગ્ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરીને ઇલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહીત અડધો ડઝન પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.