Not Set/ 6 બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પાનલ તૈયાર કરી, આવી રહી આજની બેઠક

કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી કમિટીની બેઠક પૂર્ણ પ્રભારી રાજીવ સાતવની અઘ્યક્ષતમાં મળી બેઠક ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ નામ કરાશે જાહેર 6 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પેનલ તૈયાર  પ્રદેશ ઈલેક્શન કમિટીએ પેનલ કરી તૈયાર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી […]

Top Stories Gujarat Others
  • કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી કમિટીની બેઠક પૂર્ણ
  • પ્રભારી રાજીવ સાતવની અઘ્યક્ષતમાં મળી બેઠક
  • ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ નામ કરાશે જાહેર
  • 6 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પેનલ તૈયાર 
  • પ્રદેશ ઈલેક્શન કમિટીએ પેનલ કરી તૈયાર

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે કોંગ્રેસના પ્રમુખ રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. દરમિયાન કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી કમિટીની બેઠક યોજાઈ હતી. રાજીવ સાતવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે. વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પ્રદેશ ઈલેકશન કમિટીમાં પેનલ તૈયાર કરાઈ હતી. અમરાઈવાડીમાં ધર્મેશ પટેલ અને ઈલાક્ષીબેન પટેલ, રાધનપુર બેઠક પર રઘુ દેસાઈ અને ગોવિંદ ઠાકોર, લુણાવાડા બેઠક પર ગુલાબસિંગ ચૌહાણ અને પીએમ પટેલ, ખેરાલુ બેઠક પર મુકેશ ચૌધરી, જયરાજસિંહ પરમાર અને બાબુજી ઠાકોર, થરાદ બેઠક પર માવજીભાઈ ચૌધરી અને અંબાલાલ સોલંકી તથા બાયડ બેઠક પર જસુભાઈ પટેલલ અને માનવેન્દ્રસિંહનું નામ ચર્ચાય રહ્યું છે.

આપણ વાંચો : જો ટિકીટ મળશે તો પણ રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોર માટે લોઢાનાં ચણા જેવી સાબિત થવાની વકી

પ્રદેશ ઈલેક્શન કમિટીમાં પેનલ કરાઈ તૈયાર
અમરાઈવાડી માટે ધમેશ પટેલ અને ઈલાક્ષી પટેલનું નામ
લુણાવાડા માટે ગુલાબસિંહ ચૌહાણ અને પી.એમ પટેલનું નામ
રાધનપુર માટે રઘુ દેસાઈ અને ગોવિદ ઠાકોરનું નામ
ખેરાલુ માટે મુકેશ ચૌધરી, જયરાજસિંહ પરમારનું નામ
ખેરાલુ માટે બાબુજી ઠાકોર પણ પ્રબળ દાવેદાર
ખેરાલુ માટે ઠાકોર ઉમેદવારને ટીકીટની પ્રબળ શક્યતા
થરાદ માટે માવજી ચૌધરી પટેલ અને આંબાલાલ સોલંકી
બાયડ માટે જસુ પટેલ અને માનવેન્દ્રસિંહનું નામ
હાઇકમાન્ડની અંતિમ મહોર બાદ નામ થશે જાહેર

અમિત ચાવડાનું પેટા ચૂંટણી મામલે નિવેદન

કહ્યું બેઠકમાં ઉમેદવારો અને વ્યૂહરચના અંગે ચર્ચા કરાઈ છે. સિનિયરો સાથે બેઠક દીઠ સમીક્ષા થઇ રહી છે. વિધાનસભા દીઠ બે ઉમેદવારોની પેનલ નક્કી કરાઈ રહી છે. રાધનપુર અને બાયડમાં બાગીઓને સબક શીખવવામાં આવશે. પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કરનાર સામે કોંગ્રેસ મક્કમતાથી લડશે. બે દિવસમાં હાઇકમાન્ડ નામો જાહેર કરશે અને નામની જાહેરાતમાં પાર્ટીના કાર્યકર અને સ્થાનિકને પ્રાથમિકતા અપાશે.

આપણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન