Not Set/ અમદાવાદ: એરપોર્ટનાં ખાનગીકરણને રોકવા કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

એરપોર્ટના કર્મચારીઓ ભૂખ હડતાળ પર એરપોર્ટના ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ 3 દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ બહાર બેઠા હડતાળ પર અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણને રોકવા હડતાળ અમદાવાદના એરપોર્ટ પર કર્મચારીઓ 3 દિવસની ભૂખ હડતાળ પર ઉર્તયા છે. એરપોર્ટના ઓથોરિટીની ઓફિસની બહાર બેસી કર્મચારીઓ  વિજળીક હડતાળ પર ઉતરી જતા ભારે હોબાળા મચ્યો હતો. […]

Top Stories Ahmedabad Gujarat
  • એરપોર્ટના કર્મચારીઓ ભૂખ હડતાળ પર
  • એરપોર્ટના ખાનગીકરણના વિરોધમાં ભૂખ હડતાળ
  • 3 દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ
  • એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ બહાર બેઠા હડતાળ પર
  • અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણને રોકવા હડતાળ

અમદાવાદના એરપોર્ટ પર કર્મચારીઓ 3 દિવસની ભૂખ હડતાળ પર ઉર્તયા છે. એરપોર્ટના ઓથોરિટીની ઓફિસની બહાર બેસી કર્મચારીઓ  વિજળીક હડતાળ પર ઉતરી જતા ભારે હોબાળા મચ્યો હતો. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણનાં કારણે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. એરપોર્ટના ખાનગીકારણને રોકવા કર્મચારીઓ દ્રારા એરપોર્ટ ઓથોરિટી સામે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે અમદાવાદ એરપોર્ટને સરકાર દ્વારા ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ નફે રડતી સરકારી સંસ્થા હોવા છતા પણ ભારત સરકાર દ્વારા ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવાથી કર્મચારીમાં ભારે રોષ જોવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે દેશનાં અમુક એરપોર્ટ સરકાર દ્વારા ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યા હતા. ભારત સરકારનાં આ પગલા સામે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ત્યારે ભારે હબાળો મચાવામાં આવ્યો હતો અને ભાજપ સરકાર પર પોતાનાં થોડાક વફાદાર બિઝનેશ ગ્રૃપને નફોરળતા એરપોર્ટ સોંપી સરકાર દ્વારા ફાયદો કરાવાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૃપને સોંપવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન