Navsari News/ નવસારીમાં કાર કંપનીથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ

નવી કાર ટ્રેકટર પાછળ બાંધીને ફેરવી

Top Stories Gujarat

Navsari News : વિરોધ નોંધાવવા માટે લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નવસારીમાં પણ એક ગ્રાહકે કંઈક આવી જ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કાર કંપનીથી કંટાળેલા ગ્રાહકે કંઈંક અલગ રીતે જ પોતાનો વિરોધ નોંધાવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ગ્રાહકે નવી કાર ટ્રેકટરની પાછળ બાંધીને ફેરવી હતી. ચાર મહિના અગાઉ આ ગ્રાહકે નવી કાર ખરીદી હતી.

પરંતુ કાર સતત બંધ થઈ જતી હોવાથી ગ્રાહકે કંપનીમાં ફરિયાદ નોંધાવી હતી. અવારનવાર રજૂઆત કરવા છતા કાર કંપની ક્ષતિ બાબતે કોઈ જવાબ આપતી ન હતી. આથી કંટાળેલા ગ્રાહકે કંઈક અલગ રીતે જ વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું હતું. જેમાં તેણે નવી કારને ટ્રેકટર પાછલ બાંધીને ફેરવી હતી. ગ્રાહકના અનોખા વિરોધને પગલે લોકોમાં કુતુહલ સર્જાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિજાપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ખેતરો માં પાણી ભરાયા

આ પણ વાંચો: રાજકોટમાં 15-15 ફૂટ પાણી ભરાયા, બે હજારથી વધુ લોકોને બચાવાયા

આ પણ વાંચો: પાણી ભરાયા ન હોત તો મારો પુત્ર જીવતો હોત’