Not Set/ સુરતમાં DRI ટીમને મળી સફળતા : કસ્ટમ ડ્યુટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું

સુરત DRI દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરીનું એક કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. સુરતની એન્જલ એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા ટીવીની સંખ્યા ઓછી બતાવીને અન્ડરવેલ્યુએશન દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. DRI દ્વારા પકડવામાં આવેલા સામાનની ડ્યુટી સાથેની કિંમત રૂ.6 કરોડની આસપાસ થવા જાય છે. એન્જલ એન્ટરપ્રાઈઝ નામની આ કંપની વિદેશથી ટીવીના વિવિધ સ્પેરપાર્ટ્સ અને સામગ્રી […]

Top Stories Gujarat Surat

સુરત DRI દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરીનું એક કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. સુરતની એન્જલ એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા ટીવીની સંખ્યા ઓછી બતાવીને અન્ડરવેલ્યુએશન દ્વારા કસ્ટમ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. DRI દ્વારા પકડવામાં આવેલા સામાનની ડ્યુટી સાથેની કિંમત રૂ.6 કરોડની આસપાસ થવા જાય છે.

mantavyanews.com

એન્જલ એન્ટરપ્રાઈઝ નામની આ કંપની વિદેશથી ટીવીના વિવિધ સ્પેરપાર્ટ્સ અને સામગ્રી મગાવીને પેરિસા (PARISA) નામના ટીવી બનાવતી હતી. ડીઆરઆઈની ટીમે કંપનીના વરાછા ખાતે આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને 2000 ટીવી સહિત વિવિધ સ્પેરપાર્ટ્સનો માલ-સામાન સીઝ કર્યો હતો.

આ કંપની સ્પેરપાર્ટ્સના નામે વિદેશથી ટીવી મગાવતી હતી. સ્પેરપાર્ટ્સની ઓછી કિંમત દર્શાવીને કસ્ટમ ડ્યુટીની ચોરી કરવામાં આવતી હતી.