Ahmedabad News/ અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ, મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું AMC

સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એસી ડબલ-ડેકર બસો શરૂ કરવાનો દાવો કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે (Ahmedabad Municipal Transport Service) ગત વર્ષે મોટા ઉપાડે ડબલ-ડેકર બસો શરૂ કરી હતી. સત્તાધીશોએ શહેરના વધુ પેસેન્જરવાળા સાતમાંથી ત્રણ રૂટ પર દોડતી ડબલ-ડેકર બસો મુસાફરોના અભાવ હોવાના કારણે બંધ કરી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) ડબલ-ડેકર બસો (Double -Decker Bus) બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેનું કારણ મુસાફરોનો અભાવ હોવાનું સામે આવ્યું છે. 32 વર્ષ બાદ ડબલ ડેકર બસો દોડતી થઈ હતી. મુસાફરોના અભાવથી ખર્ચ સામે આવકમાં ઘટાડો થતાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે એક વર્ષ પહેલા ડબલ-ડેકર બસો શરૂ કરી હતી, ત્યારે અધિકારીઓએ મુસાફરોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એસી ડબલ-ડેકર બસો શરૂ કરવાનો દાવો કર્યો હતો.

પરંતુ અણઘડ આયોજન સાથે શરૂ કરેલી ડબલ-ડેકર બસોના વિવિધ રૂટ ઇસનપુરથી રાણીપ, ઘુમા ગામથી લાલ દરવાજા અને ત્રણ રૂટ – લાલ દરવાજાથી વસ્ત્રાલ સુધીના રૂટ બંધ કરી દેવાયા છે. શહેરના લોકોને જ આકર્ષવામાં AMTS નિષ્ફળ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બજેટમાં સોના અને હીરા પર GST ઘટાડીને 1% કરવાની માંગ, જ્વેલરીની કિંમત ઘટાડવામાં કરશે મદદ

આ પણ વાંચો: વિધાનસભા સત્ર 19 ફેબ્રુઆરીથી થશે શરૂ, 20મીએ બજેટ રજૂ કરાશે

આ પણ વાંચો: બજેટ 2025: સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં, 31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી