Gandhinagar News/ વિધાનસભા સત્ર 19 ફેબ્રુઆરીથી થશે શરૂ, 20મીએ બજેટ રજૂ કરાશે

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે, 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે. નાણામંત્રી કનુ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Yogesh Work 2025 01 22T173551.097 વિધાનસભા સત્ર 19 ફેબ્રુઆરીથી થશે શરૂ, 20મીએ બજેટ રજૂ કરાશે

Gandhinagar News : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તા.19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે.

26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી કનુ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.

આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોજગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હરિયાણા વિધાનસભા સત્ર શરૂ, ધારાસભ્ય રઘુબીર કડિયાને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા, 40 નવા ધારાસભ્યો સત્રમાં આવ્યા 

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા સત્રને લઈને સ્વાગત જન ફરીયાદ કાર્યક્રમ મુલતવી, 29 ઓગસ્ટે યોજાશે

આ પણ વાંચો: આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ,વિઘાનસભામાં સંપુર્ણ કામીગીરી પેપરલેસ