Not Set/ અમદાવાદ/ રથયાત્રા પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો સાથે એક શખ્સની કરી ધરપકડ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે.ત્યારે હવે અનલોક 1.0 અમલી બનતા રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા જ હથિયારો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસને જુહાપુરા તરફ એક શખસ હથિયાર સાથે નીકળવાનો […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે.ત્યારે હવે અનલોક 1.0 અમલી બનતા રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા જ હથિયારો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસને જુહાપુરા તરફ એક શખસ હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમી મળી હતી. પોલીસે વોચ ગોઠવી મોહમદ અઝરુદ્દીન ઉર્ફે અઝર કબૂતર (રહે. સંકલીતનગર, જુહાપુરા) ની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ દેશી તમંચા અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા.

હાલ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી  છે અને તેના ગુનાહિત ઈતિહાસ ની વિગતો જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હથિયાર કેમ લાવ્યો અને ક્યાંથી હથિયાર લાવ્યો તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

રાજ્યભરમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં રથયાત્રા પણ આવી રહી છે. તેવામાં શહેરની અંદરના અમુક પોઇન્ટ અને એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.