રાજકોટ/ જુના બીન વપરાશ ટાયર તથા સ્ક્રેપ કરવા લાયક પાઇપમાંથી “સ્ક્રેપ બેન્ચ” તૈયાર કરી શહેરના જુદા-જુદા બગીચાઓમાં મુકવામાં આવી

રાજકોટ શહેરમાંકલ્પના ચાવલા ગાર્ડન, રેસકોર્ષ, જ્યુબેલી ગાર્ડન, લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન, અમરનાથ મંદિર પાસે,ચંદ્વશેખર આઝાદ ગાર્ડન, પ્રેમ મંદિર સામે તથા બાલ મુકુન્દ ગાર્ડન, વોર્ડ નં.૯ ની ઓફિસ સામે એમ કુલ -૫  સ્થળોએ સ્ક્રેપ બેન્ચ મુકવામાં આવેલ છે.

Gujarat Rajkot

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે 3R (Reduce, Reuse and Recycle) Initiatives તરીકે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જુના બીન વપરાશ ટાયર તથા સ્ક્રેપ કરવા લાયક પાઇપમાંથી કુલ-૧૨ “સ્ક્રેપ બેન્ચ” તૈયાર કરી શહેરના જુદા-જુદા ૫ (પાંચ) બગીચાઓમાં મુકવામાં આવેલ છે.

આ  પણ  વાંચો:મૃત્યુદેહ /  BSFના લાપતા થયેલા જવાનનું મૃત્યુદેહ દરિયામાંથી મળી આવ્યું,જાણો વિગત
આ સ્ક્રેપ બેન્ચ ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝ દ્વારા પી.પી.પી. ધોરણે બનાવી આપેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના બીન-વપરાશ સ્ક્રેપ કરવા લાયક ટાયર તથા બાંધકામ વિભાગના સ્ટોરમાં રહેલ બીન-વપરાશ સ્ક્રેપ કરવા લાયક પાઇપનો ઉપયોગ કરવામાં આવેલ છે.

આ પણ  વાંચો:સાવધાન! /  સિવિલ ખાતે કોરોના દર્દીઓની સંખ્યા 100, પચાસ ટકા દર્દીઓ ઓક્સિજન ઉપર, ડોક્ટરે કહ્યું,-