ગુજરાત/ બોટાદ શહેરમાં સગીર યુવતીએ કર્યા આપઘાત, આરોપીને પકડી ફાંસી આપવા પિતાની માંગ

બોટાદ શહેરમાં સગીર યુવતીના આપઘાતથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને પિતાને મારી નાખવાની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાત કર્યો.

Top Stories Gujarat Others

બોટાદ (Botad)શહેરમાં સગીર યુવતી (Minor Girl)ના આપઘાત (Suicide)થી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાને પિતા (Father)ને મારી નાખવાની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાત કર્યો. સગીર યુવતીએ ઝેરી દવા (Poisonous) પી લેતા હોસ્પિટલ (Hospital)માં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું. સગીર યુવતીને ચાર યુવકોએ ધમકી આપી હતી. પોલીસે સગીરાને આપઘાત કરવા મજબૂર કરનાર યુવકો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી રહી છે.

સગીર યુવતી અને તેનો પિતા શહેરના હરણકુઈ વિસ્તારમાં રહે છે. સગીર યુવતીના પિતા ચમનભાઈ જકશીભાઈ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરની આસપાસ વિપુલ ધુઘાભાઈ જીલીયા નામનો યુવાન વારંવાર આંટાફેરા મારતો હતો. આથી સગીરાના પિતાએ યુવકના પિતા સાથે વાત કરી. તેમણે કહ્યું કે તમારા દિકરાને સમજાવા મારા ઘર પાસે કારણવગર આંટા ના મારે. પિતા સુધી વાત પંહોચતા યુવક ગુસ્સે થયો અને સગીરાના પિતા સાથે ઝગડો કરી મારી નાખવાની ધમકી આપી. યુવક અને પિતાનો ઝગડો જોઈ સગીરા વધુ મુંઝાઈ ગઈ હતી. અને સગીર યુવતીને વધુ લાગી આવતા તેણે ઝેરી દવા પીધી.

યુવકની ધમકીથી સગીરા ડરી ગઈ અને 11મેના રોજ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં સારવાર દરમ્યાન તેનું 14મેના રોજ મૃત્યુ થયું. પુત્રીનું મોત થતા પિતાએ બોટાદ પોલીસમાં ફરિયાદ કરી.  પોલીસે ચાર શખ્સ વિપુલ ઘુઘા જીલીયા, ઘુઘાભાઈ જીલીયા, રવજીભાઈ ગડાભાઈ, મફો રામુભાઈ વિરુદ્ધ 504, 506 કલમ મુજબ હેઠળગુનો દાખલ કર્યો હતો. પોલીસ તમામ આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોતાની લાડલી દિકરીનું મોત થતા પિતાએ આરોપીને પકડ ફાંસી લગાવવાની માંગ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’, NASAની તસવીર જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો: ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બીમારીને પગલે થયું નિધન, ગ્વાલિયરમાં થશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો: રાજસ્થાનમાં HCLની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી પડતા તમામ 14 લોકોને રેસ્કયુ કરાયા, 3ની હાલત ગંભીર