Mehsana/ મહેસાણામાં અક્ષમ્ય બેદરકારી,એક્સપાયરી ડેટની દવાથી પશુઓની સારવાર

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત મહેસાણા સ્થિત પશુ દવાખાના માં મૂંગા પશુઓના જીવન સાથે ખીલવાડ કરવા માં આવતો હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others

@અલ્પેશ પટેલ 

  • મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓના જીવન સાથે ચેડાં
  • પશુઓની સારવાર માટે વપરાતી દવાઓ એક્સપાયરી થયેલી
  • ડ્રેસિંગ ટેબલ ઉપર જ મૂંગા પશુઓની સારવાર માટે ની દવાઓ પડી છે
  • એક્સપાયરી દવાઓના સ્ટીકરો ફાડી દવાઓનો ઉપયોગ કરતા હતા
  • પશુ દવાખાના માં સ્ટાફ ની પોલંપોલ સામે આવી

Mehsana News: મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત મહેસાણા સ્થિત પશુ દવાખાના માં મૂંગા પશુઓના જીવન સાથે ખીલવાડ કરવા માં આવતો હોવાનું સામે આવ્યું છે.તમામ પ્રકાર ના મૂંગા પશુઓની સારવાર મહેસાણા શહેર માં હૈદરી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે. મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓની સારવાર માટે ના ડ્રેસિંગ ટેબલ ઉપર જ તમામ જથ્થો એક્સપાયરી ડેટ થયેલો પડ્યો હતો,પશુ દવાખાનામાં જીવદયા પ્રેમી એક પક્ષીની સારવાર કરવા આવ્યા ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી દવાઓના જથ્થા ઉપર પડી હતી.

ડ્રેસિંગ ટેબલ ઉપર રાખવામાં આવેલી અનેક દવા ઓ એક્સપાયર થઈ ગઈ હતી અને પશુ દવાખાનામાં ફરજ બજાવતા સ્ટાફની બદદાનતને ખુલ્લી પાડતાં આ પશુ દવાખાનાની એક્સપાયરી દવાવાળી બોટલ ઉપરના સ્ટીકરો કાઢી નાખવા માં આવ્યા હતા.આથી પશુઓના ઉપયોગમાં લેવા માં આવતી દવાની બોટલો ઉપર લગાવેલા સ્ટીકરોમાંથી દવા ઉપયોગની વિગત દર્શાવતો ભાગ ફાડી નાખવામાં આવ્યા હતા.

આ સાથે દવાઓનો પણ ગેર ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પશુ દવાખાના માં ચાલતી પોલંપોલ મુદ્દે પશુ તબીબ એ લુલો બચાવ કર્યો હતો.પરંતુ એક વાત ચોક્કસ છે કે મૂંગા પશુઓના જીવન સાથે મહેસાણા પશુ દવાખાના માં ફરજ બજાવતા સમજદાર સ્ટાફ દ્વારા ચેડાં કરવા નો કારસો રચ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત