Surat News/ સુરતમાં ‘બાય ઇન્ડી’ કંપનીના નામે કરોડોની છેતરપિંડી, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ₹5 કરોડથી વધુ પડાવ્યા

સુરતના સીટીલાઈટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત વ્યક્તિ સાથે ‘બાય ઇન્ડી’ કંપનીમાં રોકાણ કરાવવાના બહાને કરોડોની છેતરપિંડી (Surat Fraud Case) થઈ છે. 25% નફાની લાલચ આપીને આરોપીઓએ ₹4.76 કરોડ ઉપરાંત GSTના નામે વધુ ₹80 લાખ પડાવ્યાનો આરોપ છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Fraud Case:‘બાય ઇન્ડી’ કંપનીના નામે કરોડોનું કૌભાંડ

Surat News: સુરત શહેરમાં વધુ એક મોટું આર્થિક કૌભાંડ (Surat Fraud Case) સામે આવ્યું છે. સીટીલાઈટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિ સાથે ‘બાય ઇન્ડી’ (Buy Indy) નામની કંપનીમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પ્રવીણ દારુકા અને તેના પુત્ર હર્ષ દારુકા સામે ફરિયાદ નોંધાતા ઇકો સેલ પોલીસે તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ આરોપી પિતા-પુત્રએ ભોગ બનનાર વૃદ્ધનો સંપર્ક કરીને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે રોકાણ પર દર વર્ષે 25 ટકા જેટલો ઊંચો નફો આપવાની ખાતરી આપી હતી. નિવૃત્તિ બાદની જમાપુંજી સુરક્ષિત રીતે વધશે એવી આશામાં વૃદ્ધે મોટી રકમનું રોકાણ કર્યું હતું.

સુરતમાં રોકાણ કૌભાંડ (Surat Fraud Case)નો પર્દાફાશ

આરોપીઓએ વિશ્વાસમાં લઈ કુલ ₹4.76 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. જોકે, જ્યારે રોકાણકારે પોતાનો નફો અને મૂળ રકમ પરત માંગવાની શરૂઆત કરી, ત્યારે આરોપીઓએ GST ભરવાના બહાને વધુ રકમની માંગણી કરી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે ટેક્સ ભર્યા પછી જ રોકાણની રકમ છોડવામાં આવશે તેવી વાત કહી આરોપીઓએ વધુ ₹80 લાખ (Surat Fraud Case) પણ પડાવી લીધા હતા. લાંબા સમય સુધી કોઈ રકમ પરત ન મળતાં આખરે ભોગ બનનારને છેતરપિંડીનો ભાન થયું અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

સમગ્ર મામલો સામે આવતા સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પ્રવીણ દારુકા અને હર્ષ દારુકા વિરુદ્ધ છેતરપિંડી (Surat Fraud Case) અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓના નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત રોકાણકારોની માહિતી એકત્ર કરી રહી છે. આ ઘટનાએ સુરતમાં રોકાણના નામે થતા ફ્રોડ અંગે ફરી ચિંતા ઊભી કરી છે.


આ પણ વાંચો:સુરતમાં ONGC નોકરીના નામે 32 લાખની મોટી છેતરપિંડી

આ પણ વાંચો:સુરતના પાલમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, કરોડોની છેતરપિંડી કરનાર એજન્ટ ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં સોનાના વેપારીઓ સાથે મોટી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ