કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી, જેઓ લખીમપુરમાં હિંસક અથડામણમાં ખેડૂતોનાં મોત બાદ સ્થળ પર જઈ રહ્યા હતા, તેમને ગઈકાલે વહેલી સવારે સીતાપુરમાં યુપી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. તેમને હજુ સીતાપુરમાં પીએસી બટાલિયનનાં ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન, મંગળવારે સવારે, કોંગ્રેસનાં મહાસચિવે PM મોદીનાં નામે એક વીડિયો જાહેર કર્યો છેે. જેમા, તેમણે મોબાઈલ પર લખીમપુર હિંસા પહેલા ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવ્યાનો કથિત વીડિયો બતાવ્યો અને PM ને પૂછ્યું, શું તમે આ વીડિયો જોયો છે?
.@narendramodi जी आपकी सरकार ने बग़ैर किसी ऑर्डर और FIR के मुझे पिछले 28 घंटे से हिरासत में रखा है।
अन्नदाता को कुचल देने वाला ये व्यक्ति अब तक गिरफ़्तार नहीं हुआ। क्यों? pic.twitter.com/0IF3iv0Ypi
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021
આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં દૈનિક કેસ 209 દિવસ બાદ સૌથી ઓછા નોંધાયા, Active કેસ ઘટ્યા
પ્રિયંકા ગાંધીએ PM મોદીને શુભેચ્છા પાઠવીને વીડિયોની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું- ‘નમસ્તે મોદી જી, મેં સાંભળ્યું છે કે તમે આજે આઝાદીનાં અમૃત પર્વની ઉજવણી માટે લખનઉ આવી રહ્યા છો. હું તમને પૂછવા માંગુ છું, શું તમે આ વીડિયો જોયો છે?…’ જે બાદ પ્રિયંકા ગાંધીએ મોબાઈલ પર લખીમપુરમાં ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવાનો કથિત વીડિયો બતાવ્યો. વીડિયો બતાવ્યા બાદ પ્રિયંકા ફરી એકવાર કહે છે- ‘આ વીડિયોમાં તમારી સરકારમાં એક મંત્રીનો પુત્ર ખેડૂતોને તેમની કાર નીચે કચડી નાખે છે. આ વીડિયો જુઓ અને આ દેશને જણાવો કે આ મંત્રીને હજુ સુધી કેમ હટાવવામાં આવ્યા નથી… અને આ છોકરાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તમે મારા જેવા વિપક્ષી નેતાઓને કોઈપણ આદેશ વિના, FIR વગર કસ્ટડીમાં રાખી છે. હું જાણવા માંગુ છું કે આ માણસ કેમ મુક્ત છે. આજે, જ્યારે તમે આઝાદીનાં અમૃત ઉત્સવનાં મંચ પર બેઠા હશો… તમારે યાદ રાખવું જોઈએ કે ખેડૂતોએ અમને આઝાદી આપી હતી. આજે પણ ખેડૂતોનાં પુત્રો આ દેશની સરહદો પર સુરક્ષા કરે છે. ખેડૂત મહિનાઓથી પરેશાન છે. તેઓ તેમની અવાજ ઉઠાવી રહ્યા છે અને તમે તેને નકારી રહ્યા છો. હું તમને વિનંતી કરું છું… લખીમપુર આવો… જેમણે આઝાદી અપાવી, જે અન્ન્દાતા છે, જે આ દેશનો આત્મા છે, તેની પીડા સમજો… સાંભળો….
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 5, 2021
આ પણ વાંચો – રોગચાળાની રાડ / અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ, હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો
આ પહેલા મંગળવારે સવારે, એક ટ્વીટમાં, તેમણે 28 કલાકથી વધુ સમય સુધી અટકાયત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેના થોડા સમય બાદ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ તેમની બહેનનાં સમર્થનમાં ટ્વીટ કર્યું. પ્રિયંકાને સાચા કોંગ્રેસી ગણાવતા રાહુલે લખ્યું કે, તે ડરવાની નથી. કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધીને સીતાપુરમાં પીએસી બટાલિયનનાં ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતા, જ્યા તેમનો સ્વચ્છતા કરતો વીડિયો સામે આવ્યો હતી. પ્રિયંકા પોતાના હાથથી ગેસ્ટ હાઉસનાં રૂમમાં સફાઈ કરતી જોવા મળી હતી. 42 સેકન્ડનો આ વીડિયો કોંગ્રેસનાં ટ્વિટર હેન્ડલથી હેશટેગ લખીમપુર, હેશટેગ કિસાન અને હેશટેગ લખીમપુર ખેરી સાથે ટ્વીટ કરવામાં આવ્યો છે. આ સાથે, પક્ષ વતી લખવામાં આવ્યું છે – સંઘર્ષની તસવીર…. શ્રીમતી પ્રિયંકા ગાંધીને સીતાપુરનાં આ ગેસ્ટહાઉસમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
