Not Set/ નરેન્દ્ર મોદીએ ટાટા નેનો માટે ૩૩ હજાર કરોડ રૂપિયા આપ્યા પરંતુ ખેડૂતોને 300 કરોડ આપ્યા નથી : રાહુલ ગાંધી

મિશન ગુજરાત અંતર્ગત પોરબંદર પહોચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌ પ્રથમ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ સ્થાનિક માછીમાર અધિકાર સભામાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓથી અવગત થયા હતા. રાહુલ ગાંધીએ ત્યાં આયોજિત એક જાહેર સભાને પણ સબોધી હતી. રાહુલ ગાંધીએ સૌ પ્રથમ માછીમારોને જય રામજી કહીને સંબોધન […]

Top Stories

મિશન ગુજરાત અંતર્ગત પોરબંદર પહોચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌ પ્રથમ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ સ્થાનિક માછીમાર અધિકાર સભામાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓથી અવગત થયા હતા. રાહુલ ગાંધીએ ત્યાં આયોજિત એક જાહેર સભાને પણ સબોધી હતી.

રાહુલ ગાંધીએ સૌ પ્રથમ માછીમારોને જય રામજી કહીને સંબોધન શરુ કર્યા હતા. આ સંબોધનમાં તેઓએ પીએમ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું, નરેન્દ્ર મોદોએ ટાટા નેનો માટે ૩૩ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. અને આ સરકાર માત્ર પાંચ સાત ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે.

રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું, 

  • આ સરકાર માત્ર પાંચ સાત ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહી છે. કોંગ્રેસે માછીમારો માટે કામ કર્યું છે. માછીમારો માટે કોંગ્રેસે સંગઠન બનાવ્યું છે તેની પાછળનો મકશદ છે જે કામ કિસાન કરે છે તે કામ જ માછીમાર કરે છે.
  • મોદીના દસ મોટા ઉદ્યોગપતિઓએ પ્રદુષણ ફેલાવ્યું છે તેથી માછીમારોને માછલી પકડવા માટે દુર જવું પડે છે.
  • મોદી ઉદ્યોગપતિઓને 33 હજાર કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ ખેડૂતોને 300 કરોડ આપ્યા નથી.
  • માછીમારો માટે એક અલગ મંત્રાલય બનવું જોઈએ, માછીમારોની પણ એક ઓળખ હોવી જોઈએ, ફિશિંગ માટે એલ સરકારે એક નીતિ બનાવવી જોઈએ.