Not Set/ ભલે ઘણા નેતાઓ વેચાયા, પરંતુ હું ક્યારેય નહીં વેચાઉ : વિક્રમ માડમ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓની નારાજગીનો દોર યથાવત છે ત્યારે સૌરાષ્ટ્રના સિનિયર નેતા અને ધારાસભ્ય વિક્રમ માડમ પણ પક્ષથી નારાજ છે. આ સંજોગોમાં માડમની એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે તેમાં તેઓ કહે છે કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકું છું પરંતુ ભાજપ સાથે ક્યારેય નહીં જોડાય. કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં જ્યારથી યુવાનોને […]

Top Stories Ahmedabad Gujarat Others Trending Politics
Although many leaders were sold, but I never sold: Vikram Madam

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓની નારાજગીનો દોર યથાવત છે ત્યારે સૌરાષ્ટ્રના સિનિયર નેતા અને ધારાસભ્ય વિક્રમ માડમ પણ પક્ષથી નારાજ છે. આ સંજોગોમાં માડમની એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે તેમાં તેઓ કહે છે કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકું છું પરંતુ ભાજપ સાથે ક્યારેય નહીં જોડાય.

કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં જ્યારથી યુવાનોને નેતાગીરી સોંપવામાં આવી છે ત્યારથી પક્ષના સિનિયર નેતાઓની નારાજગી ખૂલીને બહાર આવી રહી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓ એક પછી એક પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટના ઇન્દ્રનીલ રાજયગુરૂ હોય કે, કુંવરજી બાવળિયા કે પછી જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ હોય. કુંવરજી બાવળીયાએ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરીને કેબિનેટ મંત્રી પણ બની ગયા છે.

આ સંજોગોમાં સૌરાષ્ટ્રના કદાવર નેતા એવા વિક્રમ માડમ પણ કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. તાજેતરમાં જ ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તેઓ કોંગ્રેસના કોઈ કાર્યકર સાથે વાત કરી રહ્યા છે. જેમાં વિક્રમ માડમ એવું કહેતા સાંભળવામાં આવે છે કે, હાલમાં કોંગ્રેસ પક્ષના જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જોતા તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. આ સાથે જ તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાથે જોડાશે નહીં. વિક્રમ માડમની આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ જામનગરના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

હું કોંગ્રેસને છોડીશ, પરંતુ ભાજપમાં ક્યારેય નહીં જોડાઉં

વિક્રમ માડમની ઇન્ટરનેટ પર ફરી રહેલી આ ઓડિયો ક્લિપમાં એક કાર્યકર જ્યારે વિક્રમ માડમને ફોન કરે છે ત્યારે તેઓ તેને કહે છે કે, “હું ભાજપમાં જવાનો નથી. અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જોતા હું ગમે ત્યારે કોંગ્રેસ પાર્ટીને છોડી દઈશ પરંતુ જિંદગીમાં ક્યારેય પણ ભાજપમાં નહીં જોડાઉં. હું રાજીનામું આપીને સાડા ચાર વર્ષ સુધી લોકોના કામ કરતો રહીશ. તેમણે વધુમાં એવું કહ્યું છે કે, હું પક્ષમાંથી રાજીનામું નહીં આપું, પરંતુ પ્રદેશ પ્રમખને હું જે સવાલો કરીશ, તેના તેઓ જવાબ નહીં આપી શકે અને તેમણે મને પક્ષમાંથી કાઢી મૂકવો પડશે.”

માડમે મીડિયા સામે સ્પષ્ટતા કરી

આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, “હજારો કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જતા હોય અને જશે. પરંતુ વિક્રમ માડમના ખભા પર ક્યારેય ભાજપનો કેસરિયા ખેસ નહીં હોય. અમારે અમારા કાર્યકરોને સાંભળવા પડે છે, તેમને જવાબ આપવા પડે છે.

નેતાઓ માના પેટમાંથી પેદા નથી થતાં, પરંતુ કાર્યકરો તેમને નેતા બનાવે છે. ઘણા નેતાઓ વેચાયા છે અને ઘણા વેચાશે, પણ વિક્રમ માડમ નહીં વેચાય. મારી નારાજગી કાર્યકરોને લઈને મારા પ્રમુખ સાથે છે. મેં તેમની સાથે વાત કરી છે અને હજી પણ વાત કરતો રહીશ.

કોંગ્રેસ પક્ષના ફોરમમાં મારા પ્રશ્નોના જવાબ મળશે ત્યાં સુધી અમે ચર્ચા કરીશું. ભગતસિંહ મારા આદર્શ છે. તેઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા તો હું કોંગ્રેસના સાચા કાર્યકરોના પ્રશ્નો માટે મારા પ્રદેશ પ્રમુખ સામે કેમ ન લડી શકું. ચર્ચાથી જ ઉકેલ આવશે, પરંતુ જો યોગ્ય નિકાલ નહીં આવે તો હું પાર્ટી છોડીને ઘરે બેસી જઈશ.”

બાવળિયા ભાજપમાં જોડાયા ત્યારે પણ પ્રતિક્રિયા આપી હતી

જયારે કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા ત્યારે વિક્રમ માડમે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. તેમની પ્રતિક્રિયા પરથી જ માલુમ પડતું હતું કે તેઓ પક્ષથી નારાજ છે. તેઓ માની રહ્યા છે કે પક્ષમાં તેમની સતત ઉપેક્ષા થઈ રહી છે.

પ્રદેશના મોવડીઓ સામે બળાપો કાઢ્યો

અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરોની બેઠક ચાલી રહી છે ત્યારે વિક્રમ માડમે અમદાવાદ આવીને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને રૂબરૂ મળીને પોતાનો બળાપો વ્યક્ત હતો. રાજીવ સાતવને મળીને માડમે રજૂઆત કરી હતી કે, કોંગ્રેસમાં કાર્યકરોને કોઈ સ્થાન મળતું નથી, પરંતુ બહારના આવતા નેતાઓને પદ, માન અને સન્માન મળે છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રભારીને એવું સ્પષ્ટ કહ્યું હતું કે જો આવું જ ચાલશે તો આગામી સમયમાં પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને જતા રહેશે.