અમદાવાદ,
ભાજપે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ધંધુકામાં કાળુ ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે જયારે કડીથી કરશનભાઈ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો પંકજભાઈ દેસાઈને નડિયાદથી ટીકીટ આપવામાં આવી છે.
રમણ વોરાની ઈડર બેઠક પરથી હિતેષ કનોડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુમનબેન ચૌહાણને કાલોલથી ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા છે. તો વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયા ને ઠક્કરબાપાનગરથી ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો માણસાથી અમિત ચૌધરીને ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા છે. પાટણમાંથી રણછોડ રબારીને ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા છે તો ધાનેરાથી માવજી દેસાઈને ટીકીટ આપવામાં આવી છે ત્યારે વડગામથી વિજય ચક્રવર્તિને ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા છે. તો કોગ્રેંસમાથી ભાજપમાં આવેલા પી.આઈ પટેલની ટીકીટ કાપીને વિજાપુરથી રમણભાઈ પટેલને ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા છે. તો બલરાજસિંહ ચૌહાણને દહેગામ ખાતેથી ટીકીટ આપવામાં આવી છે ત્યારે ઉંઝાથી નારાયણભાઈ પટેલને પંસદ કરવામાં આવ્યા છે
અહીં ભાજપની યાદીનું લીસ્ટ આપવામાં આવ્યું છે.
ધાનેરા- માવજીભાઇ દેસાઇ
વડગામ- વિજયભાઇ ચક્રવતી
પાટણ- રણછોડભાઇ ખારી
ઉંઝા- નારાયણભાઇ પટેલ
કડી- કરશનભાઇ સોલંકી
વિજાપુર- રમણભાઇ પટેલ
ઇડર- હિતેશ કનોડિયા
દહેગામ- બલરાજસિંહ ચૌહાણ
માણસા- અમિતભાઇ ચૌધરી
ઠક્કરબાપાનગર- વલ્લભાઇ કાકડીયા
ધંધુકા- કાલુભાઇ ડાભી
નડીયાદ- પંકજભાઇ દેસાઇ
કાલોલ- સુમનબેન ચૌહાણ
