દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ( ED )ના નવા વડા તરીકે આવકવેરા વિભાગના સિનિયર ઓફિસર સંજય કુમાર મિશ્રાની ભારત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે.
સંજય કુમાર મિશ્રા ૧૯૮૪ની બેચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસ કેડરના અધિકારી છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેમની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ના વચગાળાના વડા તરીકે ફક્ત ત્રણ માસ માટે નિમણુક કરવામાં આવી છે.
પ્રવર્તમાન સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના વડા તરીકે કાર્યરત એવા કર્નલસિંઘ આજે વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયા છે. સંજય કુમાર મિશ્રા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના પરમેનન્ટ પ્રિન્સિપલ સ્પેશિયલ ડાયરેકટર તરીકે યથાવત રહેશે.
ઇડી ડિરેક્ટરની પોસ્ટ કેન્દ્ર સરકારમાં એડિશનલ સેક્રેટરી રેંકની પોસ્ટ છે.
કેન્દ્ર સરકાર દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના વડા તરીકે કર્નલસિંઘને એકસ્ટેન્શન આપવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ તેમણે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ સામે ચાર્જશીટ ફાઈલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્નલ સિંહ યુનિયન ટેરેટરીઝ કેડરના ૧૯૮૪ના આઈપીએસ અધિકારી છે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ – ઈડીના ડાયરેક્ટર તરીકેનો ત્રણ વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે.
