સીબીઆઈ વિવાદના કારણે લાંબી રજાઓ પર મોકલવામાં આવેલા એજન્સીના બે ઉચ્ચ અધિકારીઓમાંના રાકેશ અસ્થાના પર વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલૂ પુત્ર તેજસ્વી યાદવે સૃજન કૌભાંડને લઈને વર્તમાન મુખ્યમંત્રી અને રાકેશ અસ્થાના પર નિશાન સાધ્યું છે.
Big Breaking: Did Rakesh Asthana save Nitish Kumar from 2500 Crore Srijan Scam in lieu of switching from GA to NDA?
CBI haven’t arrested main culprits of #SrijanScam yet. CM siphoned off 2500Cr from state treasury to Srijan NGO account.https://t.co/g6f2U5ml8f
— Tejashwi Yadav (@yadavtejashwi) October 26, 2018
તેજસ્વી યાદવે એક અખબારમાં પ્રકાશિત થયેલી ખબરને ટ્વિટ કરતા લખ્યું કે, શું જીએ થી એનડીએમાં જવા બદલ રાકેશ અસ્થાનાએ 2500 કરોડના સૃજન કૌભાંડમાંથી નીતીશ કુમારને બચાવ્યા હતા? સીબીઆઈએ હજુ સુધી સૃજન કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરી નથી. મુખ્યમંત્રીએ રાજકોષમાંથી 2500 કરોડ સૃજન એનજીઓના ખાતામાં જમા કરીને કૌભાંડ કર્યું હતું.
તેજસ્વીની ટ્વિટના આધાર પર પ્રકાશિત બીજી એક ખબરની લિંક ટ્વિટ કરતા લાલુ પ્રસાદ યાદવે ટ્વિટ કર્યું કે શું નરેન્દ્ર મોદીના પરમ સહયોગી રાકેશ અસ્થાનાએ જ 2500 કરોડના સૃજન કૌભાંડમાં નીતીશને બચાવ્યા ?
क्या नरेंद्र मोदी के परम सहयोगी राकेश अस्थाना ने ही 2500 करोड़ के सृजन घोटाले में नीतीश को बचाया? #ModiSeCBIBachao https://t.co/f7K4AdArjn
— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 26, 2018
ત્યારબાદ રાષ્ટ્રીય જનતા દળ દ્વારા પણ એક ટ્વિટમાં લખવામાં આવ્યું કે, શું રાકેશ અસ્થાનાએ સૃજન કૌભાંડમાં નીતીશ કુમારને બચાવ્યા હતા? શું સૃજનમાં બચવા માટે અને લાલૂ પરિવારને ફસાવવાની ડીલના બદલે નીતીશ કુમાર રાતોરાત ભાજપમાં જતા રહ્યા હતા. સીબીઆઈએ દોઢ વર્ષ પછી પણ સૃજન કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કેમ નથી કરી ?
જણાવી દઈએ કે, એક અંગ્રેજી અખબારમાં ખબર છાપવામાં આવી છે, જેમાં એક સીબીઆઈ અધિકારી પર 1400 કરોડના સૃજન કૌભાંડની તપાસ દબાવવાની વાત કરવામાં આવી છે. ખબરમાં કહેવામાં આવ્યું છે કે, 1400 કરોડના સૃજન કૌભાંડમાં એક વર્ષથી વધારે સમય પહેલા કૌભાંડના બે મુખ્ય આરોપી પ્રિયા કુમાર અને એમના પતિ અમિત કુમાર વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યાર સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી.

ખબરમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, મુખ્ય આરોપી પ્રિયા અને અમિતની ધરપકડ માટે ઈમાનદારીથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આરોપીઓને રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત છે. ખબરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રિયાના પિતા આનંદી બ્રહ્મા ઝારખંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. એમણે રાંચીમાં રહેતા અને સીબીઆઈના ઉચ્ચ અધિકારી સાથે કથિત રૂપે સારો સમય પસાર કર્યો છે.
