Not Set/ કર્ણાટક બજેટ : સરકારે માફ કર્યું ખેડૂતોનું ૩૪,૦૦૦ કરોડ રૂ.નું દેવું, પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાયો વધારો

બેંગલુરુ, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકારના ગઠન બાદ ગુરુવારે સરકારનું પ્રથમ બજેટ રજુ કરાયું છે. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ૨૦૧૮-૧૯નું બજેટ વિધાનસભામાં રજુ કરતા ખેડૂતો માટે મોટું એલાન કર્યું છે. #Bengaluru: Karnataka Chief Minister HD Kumaraswamy presents the government's first budget at Vidhana Soudha pic.twitter.com/8X4WIzgXJU — ANI (@ANI) July 5, 2018 વિધાનસભાની ચૂંટણી દરમિયાન […]

Top Stories India Trending

બેંગલુરુ,

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકારના ગઠન બાદ ગુરુવારે સરકારનું પ્રથમ બજેટ રજુ કરાયું છે. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ૨૦૧૮-૧૯નું બજેટ વિધાનસભામાં રજુ કરતા ખેડૂતો માટે મોટું એલાન કર્યું છે.

વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા ખેડૂતોની લોન માફી કરવાની ઘોષણા કેટલીક હદ સુધી પૂરી કરતા ૩૪,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે. જો કે આ બજેટમાં રાહતની સાથે સાથે પેટ્રોલ-ડીઝલ અને વિજળીમી કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

એચ ડી કુમારસ્વામી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે કુલ ૨,૧૩,૭૩૪ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બજેટ રજુ કરતા તેઓએ કહ્યું, “અમારી સરકાર ગત સિદ્ધારમૈયા સરકારની તમામ યોજનાઓને પણ ચાલુ જ રાખશે. વર્ષ ૨૦૧૬-૧૭માં વિકાસ દર ૭.૫ ટકા હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ % થઈ ગયો છે. સરકારની મુખ્ય પ્રાથમિકતા ખેડૂતોની લોન માફી કરવા માટેની છે.

બજેટની લાઇવ અપડેટ :

રાજ્યનો વિકાસ દર ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ % થયો છે જે ૨૦૧૬-૧૭માં ૭.૫ ટકા હતો.

બેલગાવી, કલબુર્ગી અને મૈસુર જેવા શહેરોમાં સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ ખોલવામાં આવશે. આ હોસ્પિટલમાં હાર્ટ, કેન્સર અને અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે.

રાજ્યમાં પેટ્રોલના ભાવ ૧.૧.૧૪ રૂપિયા પ્રતિ લીટર વધવાની કરાઈ ઘોષણા

૧.૨૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવથી ડીઝલના ભાવમાં કરાશે વધારો

પ્રાઈમરી સ્કુલમાં કન્નડ માધ્યમની સાથે સાથે કર્ણાટકમાં અંગ્રેજીની શિક્ષણ પણ શરુ કરવામાં આવશે.. જેથી વધુમાં વધુ સરકારી સ્કૂલની તરફ આકર્ષિત કરી શકાય. પહેલા ૧૦૦ સ્કૂલોમાં આ પ્રયોગ કરવામાં આવશે.

બેંગલુરુ તળાવના જીર્ણોદ્ધાર માટે ૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

કર્ણાટક સરકાર આદિ શંકરાચાર્યની જયંતીનું આયોજન કરશે.

દેશના દારૂ પર ૪ ટકાનો મેન્યુફેક્ચરિંગ ટેક્સ વધારવામાં આવશે. આ કારણે ૧૦૦૦ કરોડ રૂપિયાની રેવેન્યુ સરકારને મળશે.

બેંગલુરુમાં પેરિફેરલ રિંગરોડનું નિર્માણ કરાશે. આ રિંગરોડના નિર્માણ માટે ૧૧,૯૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

પહેલાની કોંગ્રેસ સરકારોની તમામ કલ્યાણકારી યોજનાઓ શરુ જ રહેશે.

ઇન્દિરા કેન્ટીન, અન્ન ભાગ્ય યોજના ચાલુ જ રહેશે, જેને વધુ યોગ્ય બનાવવામાં આવશે.

ખેડૂતોની લોન માફી કરવાના કારણે ૨૫ હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે.

ખેડૂતોની લોન માફી આ પ્રથમ ચરણ છે.

ખેડૂતોને ૩૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધી લેવામાં આવેલા લોનને માફ કરાશે.

ખેડૂતોને ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવશે. દરેક ખેડૂતોને ૨ લાખ રૂપિયા સુધીની લોન માફ થશે.