રાજકોટ મનપાની ચૂંટણીમાં આખરી મહોર કોના નામ પર લાગશે તે અંગે ઘણા સમયથી થઈ રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે.ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો અને રાજ્યના મુખ્ય બંને પક્ષ કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોને લઇને ગડમથલ જોવા મળી રહી હતી ત્યારે હવે ભાજપે રાજકોટ મનપાના ચૂંટણીના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો થયો.
છેલ્લી ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ,માત્ર 10 કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવી.
પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને વોર્ડ નંબર 1માંથી ટિકિટ અપાઈ
સંઘના વરિષ્ઠ નેતા સ્વ.ચીમન શુકલના પુત્ર નેહલ શુકલને વોર્ડ નંબર 7માંથી અપાઈ ટિકિટ
યુવા નેતા પ્રદીપ ડવને વોર્ડ નંબર 12માંથી અપાઈ ટિકિટ
પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરના પત્ની જ્યા ડાંગરને વોર્ડ 13માંથી ટિકિટ આપી
પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ડો. અલ્પેશ મોજરિયાને વોર્ડ નંબેર 1માંથી ટિકિટ આપી
વોર્ડ નંબર 2ના મહિલા કોર્પોરેટર દર્શીતા શાહને કરાયા રિપીટ
વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડીયા અને જયમીન ઠાકરને કરાયા રિપીટ,
રાજકોટ મહિલા મોરચા પ્રમુખ નયના પેઢડિયાને વૉર્ડ નંબર 4માંથી અપાઈ ટિકિટ
શહેર મહામંત્રી દેવાંગ માંકડને વોર્ડ નંબર 7માંથી અપાઈ ટિકિટ
ભાજપ માટે સૌથી કપરી પરિસ્થિતિ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટના ઉમેદવારોની પસંદગીને લઇને જોવા મળી રહી હતી. ત્યારે હવે મનપાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.



મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
