Gir Somnath News/ ગીર સોમનાથમાં રાવલ ડેમમાંથી પાણી છોડવામાં વધારો

પાણી છોડવા (Water Release)ના નિર્ણય બાદ ડેમ (Dam)ના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ (Flood Alert)કરવામાં આવ્યા છે

Gujarat Others
જિલ્લામાં સતત વરસાદ અને ડેમ (Dam)માં વધતી જળ આવકને ધ્યાનમાં રાખીને રાવલ ડેમ (Raval Dam)માંથી પાણી છોડવા (Water Release)માં વધારો કરવામાં આવ્યો છે

Gir Somnath News : જિલ્લામાં સતત વરસાદ અને ડેમ (Dam)માં વધતી જળ આવકને ધ્યાનમાં રાખીને રાવલ ડેમ (Raval Dam)માંથી પાણી છોડવા (Water Release)માં વધારો કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ડેમના 6 દરવાજા 1.80 મીટર સુધી ખોલીને કુલ 34,522 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

પાણી છોડવાના નિર્ણય બાદ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રશાસને નદી કાંઠે રહેતા લોકો તેમજ પ્રવાસીઓને નદીમાં ઉતરવા, ફોટોગ્રાફી કરવા અથવા અવરજવર કરવા નહીં તેવી ખાસ અપીલ કરી છે. ભારે પાણીના પ્રવાહને કારણે નદીનું જળસ્તર ઝડપથી વધી શકે છે, તેથી કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જન જીવનને અસર, નદી-ડેમમાં નવા નીરની આવક

આ પણ વાંચો : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: અનેક જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ, હાઈવે ધોવાયો, ડેમ ઓવરફ્લો

આ પણ વાંચો : ચોમાસા અગાઉ ટેન્શન! ગુજરાતના 88 જળાશયોમાં 20%થી ઓછું પાણી, 10 ડેમ તળિયાઝાટક