Ahmedabad News/ રી-ડેવલપમેન્ટના વિવાદમાં મહિલાઓને હેરાન કરવાનો આરોપ, રાણીપ પોલીસમાં બિલ્ડર સામે ફરિયાદ

રી-ડેવલપમેન્ટના વિવાદમાં મહિલાઓને હેરાન કરવાનો આરોપ, રાણીપ પોલીસમાં બિલ્ડર (Ahmedabad Builder) સામે ફરિયાદ

Top Stories Ahmedabad Gujarat Breaking News
રી-ડેવલપમેન્ટનું કામ ન મળતા Ahmedabad Builderનો મહિલાઓને ત્રાસ? રાણીપ પોલીસમાં ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં સોસાયટીના રી-ડેવલપમેન્ટનું કામ ન મળતા એક બિલ્ડર (Ahmedabad Builder) દ્વારા સોસાયટીની મહિલાઓને હેરાન-પરેશાન કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી છે. મહિલાઓનો આરોપ છે કે બિલ્ડર (Ahmedabad Builder) તેમનો પીછો કરતો, ગાળો બોલતો તેમજ સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર અને અશ્લીલ પ્રકારના મેસેજ, કોમેન્ટ તથા વીડિયો મૂકતો હતો. સતત ત્રાસથી કંટાળેલી મહિલાઓએ આખરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રી-ડેવલપમેન્ટનું કામ ન મળતા વિવાદ

મળતી માહિતી મુજબ, સુભાષબ્રિજ નજીક આવેલી એક સોસાયટીના રી-ડેવલપમેન્ટનું કામ અગાઉ શિવાલય ઇન્ફ્રાના તેજસ પટેલને આપવામાં આવ્યું હતું. જોકે, તેજસ પટેલ દ્વારા સોસાયટીની કેટલીક શરતો સ્વીકારવામાં ન આવતા અંતે રી-ડેવલપમેન્ટનું કામ તેમને આપવામાં આવ્યું નહોતું. આ પછીથી સોસાયટીના કેટલાક સભ્યો અને બિલ્ડર (Ahmedabad Builder) વચ્ચે વિવાદ ઊભો થયો હોવાનો મહિલાઓએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

મહિલાઓનો પીછો કરી ગાળો આપવાનો આરોપ

મહિલાઓના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી તેઓ માર્કેટ સહિત અન્ય સ્થળોએ જતી વખતે તેજસ પટેલ તેમની પાછળ આવતો હતો અને કથિત રીતે ગાળો બોલીને હેરાન કરતો હતો. સોસાયટીના પ્રશ્નોને લઈને મહિલાઓને ધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

બાંકડા પર બેઠેલી મહિલાઓ પાસે કાર અથડાવ્યાનો આરોપ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, 16 મેના રોજ તેજસ પટેલ કાર લઈને સોસાયટીમાં આવ્યો હતો. તે સમયે સોસાયટીની કેટલીક મહિલાઓ બાંકડા પર બેઠી હતી. મહિલાઓને જોઈને કાર બાંકડા સાથે અથડાવી હોવાનો આરોપ છે. કાર બાંકડા સાથે અથડાતા મહિલાઓ ઊભી થઈ ત્યાંથી દૂર જતી રહી હતી. ત્યારબાદ તેજસ પટેલે તેમને ગાળો આપી હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો છે.

વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર મેસેજ અને વીડિયો

મહિલાઓનો વધુ આરોપ છે કે તેજસ પટેલે છેલ્લા આશરે છ મહિનાથી સોસાયટીના સભ્યોને જોડીને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં કથિત રીતે અભદ્ર ભાષામાં કોમેન્ટ કરવામાં આવતી હતી તેમજ વીડિયો પણ મૂકવામાં આવતા હતા. સોસાયટીની મહિલાઓ આવતી-જતી હોય ત્યારે તેમને ગાળો આપીને હેરાન કરવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટનાઓને કારણે સોસાયટીની મહિલાઓમાં અસંતોષ અને ભયનો માહોલ ઊભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Ahmedabad Builder સામે મહિલાઓ એકઠી થઈ પોલીસ ફરિયાદ નોંધાવી

બિલ્ડર (Ahmedabad Builder) તરફથી સતત ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો બાદ સોસાયટીની મહિલાઓ અને અન્ય સભ્યોએ ભેગા થઈને રાણીપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. મહિલાઓએ તેજસ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ ફરિયાદના આધારે પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપોની હકીકત અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.


આ પણ વાંચો:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રી-ડેવલપમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળેથી યુવકનું પટકાતાં મોત

આ પણ વાંચો:ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે?

આ પણ વાંચો:અમદાવાદના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ બળાત્કારનો કેસ નોંધાયો