Surat News : સુરત(Surat)માં બેફામ વાહનચાલકોને કારણે અકસ્માતો (Accident)ની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સરથાણા વિસ્તારમાં સેતુબંધ ચાર રસ્તા પાસે એક બેફામ કારે અન્ય કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત (Sarthana Accident)સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત
મળતી માહિતી મુજબ, સરથાણાના સેતુબંધ ચાર રસ્તા (Setubandh Char Rasta)નજીક એક કારચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક કાર હંકારી હતી. દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતા કાર અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતમાં કારને ભારે નુકસાન
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત (Accident)માં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતનો સમગ્ર બનાવ નજીકના CCTV કેમેરામાં કેદ થયો હતો.
બેદરકાર ચાલક સામે કાર્યવાહી
અકસ્માતમાં વાહનને થયેલા નુકસાન બાદ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
CCTVમાં કેદ થયો અકસ્માત
CCTV ફૂટેજમાં કારચાલકની બેદરકારી અને ટક્કરનો સમગ્ર બનાવ જોવા મળે છે. શહેરમાં વધતી રફ્તાર વચ્ચે આવા બનાવો ફરી એકવાર ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.
