Gujarat News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનો વિરામ જોવા મળ્યો હતો. જોકે એક વાર ફરીથી રાજ્યમાં વરસાદની એન્ટ્રી થવાની છે. આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. વિભાગે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મેઘરાજા પૂરેપૂરા ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત થઈ છે.આવતીકાલે ખાસ કરીને તાપી અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અતિભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં પણ દર્શાવવામાં આવી છે.
આથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. . બીજી તરફ સમગ્ર ગુજરાત રિજનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર રિજનમાં ઓરેન્જ એલર્ટ લાગુ રહેશે.હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં ઠંડર સ્ટોર્મની ચેતવણી આપી છે. મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.
વીજળી પડવાની અને પવનની ગતિ વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. વિભાગે અનુમાન કર્યું છે કે અહીં પહેલા બે દિવસ મધ્યમ વરસાદ પડશે, ત્યારબાદ આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આથી નાગરિકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અધધધધધધ….૭૨૦ જેટલા નશાયુકત ઇન્જેક્શન મળ્યા, જુઓ ક્યાં અને કેવી રીતે..!
આ પણ વાંચો: પતિને વારંવાર ફોન કરવા પર પત્ની જ્યારે રૂમમાં પહોંચી તો પરિસ્થિતિ જોઈને ચોંકી ગઈ
આ પણ વાંચો: ભિખારીનો આભાર અને પોલીસનું ડહાપણ, અપહરણની આશ્ચર્યજનક વાર્તા
