Not Set/ અધધધધધધ….૭૨૦ જેટલા નશાયુકત ઇન્જેક્શન મળ્યા, જુઓ ક્યાં અને કેવી રીતે..!

વડોદરા નશાનો વેપાર કરીને યુવા પેઢીને બરબાદી તરફ નોતરતા અને ઉડતા ગુજરાતના સપના જોઈ રહેલા લોકોને  વડોદરા એશોસીયન પોલીસે મોટી થપાટ મારી હતી. વડોદરા પોલીસે  ૩ આરોપી  પાસેથી 720 જેટલા નશાયુકત ઈન્જેક્શનો પકડી પાડ્યા છે. મળતી માહિતી મુજબ આ નશાના ઈન્જેક્શનો ફરુખાબાદથી આવ્યાં હતાં. પોલીસે સયાજી ગંજમાંથી એક સ્કોડા કાર સાથે ૩ આરોપીમાં બે મહિલાઓ […]

Gujarat
drug અધધધધધધ....૭૨૦ જેટલા નશાયુકત ઇન્જેક્શન મળ્યા, જુઓ ક્યાં અને કેવી રીતે..!

વડોદરા

નશાનો વેપાર કરીને યુવા પેઢીને બરબાદી તરફ નોતરતા અને ઉડતા ગુજરાતના સપના જોઈ રહેલા લોકોને  વડોદરા એશોસીયન પોલીસે મોટી થપાટ મારી હતી.

વડોદરા પોલીસે  ૩ આરોપી  પાસેથી 720 જેટલા નશાયુકત ઈન્જેક્શનો પકડી પાડ્યા છે. મળતી માહિતી મુજબ આ નશાના ઈન્જેક્શનો ફરુખાબાદથી આવ્યાં હતાં.

પોલીસે સયાજી ગંજમાંથી એક સ્કોડા કાર સાથે ૩ આરોપીમાં બે મહિલાઓ સહિત એક યુવાનની ધરપકડ કરી હતી જેમાં એક મહિલા વોન્ટેડ છે.

સુત્રોના જણાવ્યા  મુજબ ગુજરાતમાં નશાના વેપારમાં અનેક લોકો સક્રિય છે જેને પકડવા માટે પોલીસ અભિયાન ચલાવી રહી છે.

શહેરના પોલીસ કમિશનર મનોજ શશીધરે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ અંગે એનડીપીએસ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવા વર્ગમાં ડ્રગ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડ્રગ્સ સાયલન્ટ કિલર તરીકે કામ કરે છે. પોલીસ એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન પણ ચલાવી રહી છે.

મહત્વનું છે કે  મજાના નામે ડ્રગ્સનો ઉપયોગ આજકાલ યુવાપેઢીમાં જોવા મળી રહ્યો છે. પળભરની મજા કેટલો ખતરનાક અંજામ આપે છે તે યુવાન પેઢી  સમજતી  નથી અને વિનાશને  આમંત્રણ આપી બેસે છે.