અમદાવાદ/ નર્સનો આપઘાત, ગુમ થયાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી જ મળ્યો મૃતદેહ

ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલ સ્ટાફનર્સ તરીકે ફરજ બજાવતી જીમી પરમાર 12 જાન્યુઆરીના રોજ ગુમ થયા બાદ તપાસ કરતા 15 જઅન્યુઆરીની મોડી રાત્રે મૃત હાલતમાં મળી આવી હતી

Top Stories Ahmedabad Gujarat
હોસ્પિટલ
  • હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ મળ્યો
  • બે દિવસથી નર્સ ગુમ હતી
  • ગુમ નર્સનો મૃતદેહ મળતા અનેક સવાલો
  • નર્સની આત્મહત્યા કે હત્યા તેને લઇ સવાલો

અમદાવાદમાં ચાંદખેડાની એક હોસ્પિટલની નર્સનો આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.ચાંદખેડાની SMS હોસ્પિટલ સ્ટાફનર્સ તરીકે ફરજ બજાવતી જીમી પરમાર 12 જાન્યુઆરીના રોજ ગુમ થયા બાદ તપાસ કરતા 15 જઅન્યુઆરીની મોડી રાત્રે મૃત હાલતમાં મળી આવી હતી મૃત્યુ પામનાર યુવતીની ઉમર 24 છે.

નોંધનીય છે કે જ્યારે યુવતી ગુમ થઈ ત્યારે હોસ્પિટલ દ્વારા તેના સ્વજનોને જાણ કરવામાં આવી હતી તે દરમિયાન સ્વજનોએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરવા માટે રજૂઆત કરી હતી.પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા અંડર મેન્ટેનન્સ છે તેવું જણાવવામાં આવ્યું હતું.

ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં દરેક જગ્યાએ સ્ટાફ નર્સ જીમીને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. પરંતુ 15 જાન્યુઆરીની રાત્રે જીમી પરમારની લાશ હોસ્પિટલના સાતમા માળે બંધ પડેલા હોલમાંથી મળતા હવે અનેક સવાલો ઊભા થયા છે.. શું જીમી પરમારે આપઘાત કર્યો હતો કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે.

આ તમામ વિવાદોની સાથે સાથે હોસ્પિટલના CCTV કેમેરા બંધ હોવાના કારણે ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી છે. જ્યારે જીમીના સ્વજનો હોસ્પિટલ પર પણ આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે સમગ્ર મામલે હકીકતના મૂળ સુધી પહોંચવા તપાસ કાર્યવાહી શરૂ કરી છે.પરંતુ હાલ તો આ સમગ્ર મામલે રહસ્ય હજુ અકબંધ છે.

આ પણ વાંચો:સગીરા સાથે બે શખ્સો આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ઘટના ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો:સરકારી અનાજના ગેરકાયદેસર વ્યાપારનો પર્દાફાશ, લાખોની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો

આ પણ વાંચો:પોલીસ કર્મીનો દીકરો વ્યાજના ચક્રમાં ફસાયો, આરોપીએ કરી આટલા લાખની વ્યાજની વસુલાત