Not Set/ ઉત્તર ભારતમાં ગાત્રો થીજ્યા, ગુજરાતની આવી છે ઠંડીની સ્થિતિ

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી નોંધવામાં આવી રહી છે. જો કે, હાલમાં જ જોર પકડેલી ઠંડી આગામી એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીનાં રુપમાં જ જોવામાં આવશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી આપી દેવામાં આવી છે.

Gujarat Others
thandi 3 ઉત્તર ભારતમાં ગાત્રો થીજ્યા, ગુજરાતની આવી છે ઠંડીની સ્થિતિ

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી નોંધવામાં આવી રહી છે. જો કે, હાલમાં જ જોર પકડેલી ઠંડી આગામી એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીનાં રુપમાં જ જોવામાં આવશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી આપી દેવામાં આવી છે.

જુઓ ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી મામલે સંપૂર્ણ વીડિયો અહેવાલ

જો વાત કરવામાં આવે ગુજરાત નજીક આવેલા રાજસ્થાનનાં હિલ સ્ટેશન આબુની તો આબુમાં આજે માઇનસ પાંચ ડિગ્રી તાપમાન નોધવામાં આવ્યું છે, જે ગઇ કાલે -4 હતું. ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરનાં ગુલમર્ગમાં માઇનસ દસ ડિગ્રી તાપમાન નોંધવામાં આવે છે. શ્વાસ પણ બરફ થઇ જાય તેવુ તાપમાન શ્રીનગરમાં માઇનસ છ ડિગ્રી નોંધવામાં આવે છે. હિમાચલમાં શીતલહેરથી જનજીવન ઠપ કરી દીઘુ છે.

આ પણ જુઓ – રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ

ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ જોવામાં આવી રહ્યુ છે. 2.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુગાર શહેર રહ્યું. શિયાળાની સિઝનમાં ફૂલગુલાબી ઠંડી પડતા રાજ્યમાં શહેરીજનો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. 2.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા ઠંડુગાર બન્યું છે. તો અમદાવાદમાં લઘુત્તમ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વડોદરામાં 13.8 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ 11.2 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…