સુરેન્દ્રનગર/ વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેન્કર ઝડપાતા ચકચાર, રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી માલવણ હાઇવે પર આલીશાન હોટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર ( સીમેન્ટનું બન્કર ) ઝડપી પાડ્યું હતુ.

Gujarat Others
1 385 વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેન્કર ઝડપાતા ચકચાર, રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીનાં આધારે દરોડો પાડી માલવણ હાઇવે પર આલીશાન હોટલ પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેન્કર (સીમેન્ટનું બન્કર) ઝડપી પાડ્યું હતુ. આ દરોડામાં પોલીસે વિદેશી દારૂની 6,948 બોટલો અને ટેન્કર મળી રૂ. 36.21 લાખનાં મુદ્દામાલ સાથે એક શખ્શને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત: વાવઝોડાગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં દારૂ ઘૂસાડવાની પેરવીનો અવારનવાર પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલને મળેલી બાતમીના આધારે એક છીંકણી કલરના ટાટા કંપનીના ટેન્કર ( સીમેન્ટનું બન્કર ) નંબર RJ-04-GB-9876ના ચાલકે પોતાના બન્કરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ કચ્છ હાઇવે પર માલવણ પર આલીશાન હોટલ નજીકથી નીકળતા ઝબ્બે કર્યુ હતુ. આરોપી ચાલક માલારામ વાધારામ ભીસર (જાતે જાટ) ઉંમર વર્ષ- 25, રહે- રાણીગાવ કલાન, તા.જી.બાડમેર (રાજસ્થાન)ને ટેન્કરમાં મેકડોલ્સ નં- 1 સુપિરીયર વ્હિસ્કી ઓરીજીનલ 750 એમએલની બોટલો નંગ- 6948, કિંમત રૂ. 26,05,000 તથા ટેન્કર (સીમેન્ટનું બન્કર) કિંમત રૂ. 10,00,000 તથા મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5,000 તથા રોકડા રૂ. 11,260 મળી કુલ રૂ. 36,21,760ના મુદામાલ સાથે ઝડપી પાડ્યોં હતો.

કોરોનાનું ગ્રહણ: રોગચાળા દરમિયાન હકારાત્મક અને જવાબદાર વાલીપણા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

આ વિદેશી દારૂનો જથ્થો ગીરધરસીંગ હુકમસીંગ સોંઢા રહે- જસાઇ, તા.જી.- બાડમેર (રાજસ્થાન)વાળાએ હરીયાણા રોહતક ખાતેથી ભરાવી વેચાણ કટીંગ અર્થે ગુજરાત રાજ્યમાં મોકલાવતા બજાણા પોલિસ મથકે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, રૂતુરાજસિંહ, હિતેશભાઇ, અનિરુદ્ધસિંહ, કુલદિપસિંહ, સંજયભાઇ અને જયેન્દ્રસિંહ સહિત સુરેન્દ્રનગર એલસીબીનો સ્ટાફ સાથે હતો.

kalmukho str 8 વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેન્કર ઝડપાતા ચકચાર, રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત