Not Set/ અમદાવાદમાં કાલથી શરૂ થશે ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ

અમદાવાદ મનપા આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ માટે વિશેષ ડ્રાઈવ શરુ કરી રહી છે. જેમાં કારમાં બેઠા બેઠા વ્યક્તિ RTPCR માટે સેમ્પલ આપી શકશે.

Ahmedabad Gujarat Trending
surat 7 અમદાવાદમાં કાલથી શરૂ થશે ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ
  • PPP ધોરણે શરૂ થશે ડ્રાઇવ થ્રુ ટેસ્ટ
  • સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે થશે ટેસ્ટ
  • 800 રૂપિયામાં થશે ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર સતત કોરોનાને નાથવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં વધતા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મનપા દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મનપા આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ માટે વિશેષ ડ્રાઈવ શરુ કરી રહી છે. જેમાં કારમાં બેઠા બેઠા વ્યક્તિ RTPCR માટે સેમ્પલ આપી શકશે.  અને 24થી 36 કલાકમાં વોટ્સએપ કે મેઈલ પર રિપોર્ટ આપવામા આવશે. સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં શરુ થશે. ટેસ્ટ મોબાઈલથી qr કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે.

RT PCR ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રખાયો
આ ડ્રાઈવ નો સીધો ફાયદો દિવ્યાંગો, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને થશે. તેમને હવે ટેસ્ટીંગ માટે રાહ નહીં જોવી પડે. ટેસ્ટ માટેના નાણાંની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકાશે. આ માટે પાંચ કલેક્શન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ટેસ્ટ કરાવી શકાશે. ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રાખવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં ૯૦૦ બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરાશે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી  નીતિનભાઈ પટેલે આજે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

અમદાવાદમાં ૧૩ર ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ૯૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં ૧૫૦ આઇ.સી.યુ. બેડ હશે, જયાં ૧૫૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ ૯૦૦ બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.