Not Set/ સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ બનાવનારની કરી ધરપકડ

સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ અને નોટો છાપવાની સામગ્રી સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 17T143307.674 સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ બનાવનારની કરી ધરપકડ

સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ અને નોટો છાપવાની સામગ્રી સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 100 રૂપિયાના દરની નકલી 259 નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસની ટીમ તારીખ 16-06-2024 ના રોજ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન પોલીસે બાતમીના આધારે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પીન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી બનાવટી ચલણી નોટ છાપવાનું કામ કરતો હતો.પકડાયેલ આરોપી સરળતાથી રૂપીયા કમાવવા માટે આરોપી સલમાન અહેમદ સાથે મળી બનાવટી ચલણી નોટ છાપતો હતો. પકડાયેલ આરોપી પીન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટીંગનું અગાઉ કામ કરતો હતો. જેથી પ્રિન્ટ બાબતે તેની પાસે પુરતી માહિતી હતી…

પકડાયેલ આરોપી શિવનંદન અને તેનો મિત્ર સલમાન આ ડુપ્લીકેટ નોટો શાકભાજી માર્કેટમાં તથા નાના સ્ટોરમાં જઈને ખરીદી કરી વટાવતા હતા જેથી 100 રૂપિયાની નોટમાં કોઈને શક પણ ના જાય અને પોતે વસ્તુઓની ખરીદી કરી લે. હાલ તો પોલીસે આરોપી પાસેથી 100 રૂપિયાના દરની બનાવટી ચલણી 259 નોટ જેની કીમત ૨૫,900 જેટલી થાય છે..આ સાથે પોલીસે બનાવટી નોટ છાપવા માટેની સામગ્રીઓ મળી કુલ 46 હજારથી વધુનો જથ્થો કબજે કર્યો છે..પોલીસે આરોપીને બનાવટી નોટ છાપવામાં મદદરૂપ થતા સલમાન અહેમદને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતીમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન