અમદાવાદ/ ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

શહેરનો ટ્રાફિક આજે સૌથી મોટી સમસ્યા બન્યો છે. ગંતવ્ય સ્થાન પર પંહોચવા લોકો વધુ સ્પીડ, ઓવરટેક અને રોંગ સાઈડ વાહન ચલાવતા હોવાનું જોવા મળે છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 17T124135.684 ટ્રાફિક પોલીસની 'ટ્રાફિક' સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

Ahmedabad News: શહેરનો ટ્રાફિક આજે સૌથી મોટી સમસ્યા બન્યો છે. ગંતવ્ય સ્થાન પર પંહોચવા લોકો વધુ સ્પીડ, ઓવરટેક અને રોંગ સાઈડ વાહન ચલાવતા હોવાનું જોવા મળે છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે. આજથી શહેરભરમાં ટ્રાફિક પોલીસે પોતાની 80 જેટલી ટીમો ઉતારી મેરાથોન ડ્રાઈવ હાથ ધરી છે. આ ટીમો માર્ગ પર ટ્રાફિક નિયમોનું પાલન ના કરનાર લોકોને પકડી જરૂરી કાર્યવાહી કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાફિગ વિભાગ રોંગ સાઈડે જનારને દંડ નહી કરે પરંતુ જે તે પોલીસ સ્ટેશનમાં પાંચ કલાક બેસાડી રાખશે. ટ્રાફિક ડ્રાઈવને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું કે આ ડ્રાઈવનો ઉદેશ્ય લોકો પાસેથી દંડ વસૂલવાનો નહી પરંતુ ટ્રાફિક નિયમ પાલન કરાવવાનો છે. અકસ્માતો નિવારવા લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતતા હોવી જરૂરી છે. કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ કરાશે જ્યારે વાહનચાલકોના રોંગ સાઈડ વાહન ચલાવવાની માનસિકતા દૂર કરવા પોલીસ સ્ટેશનમાં બેસાડવા જેવી સામાન્ય સજા કરવામાં આવશે. વધુમાં રાજ્યગૃહમંત્રીએ જણાવ્યું કે શહેરમાં 183 જંકશન છે. આ જંકશન પર રેડ અને ગ્રીન સિગ્નલ માટે કેટલો સમય જોઈએ તે નિશ્ચિત કરવા પોલીસ કમિશ્નર અને તેમની ટીમો જાતે ઉભા રહી નોંધ કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે ટ્રાફિક સમસ્યા ઘટી છે અકસ્માતો ઘટયા છે.

શહેરના ટ્રાફિક સિગ્નલમાં વધુ ઉભા રહેવું પડતું હોવાની લોકોની ફરિયાદ બાદ ટ્રાફિક શહેરના સિગ્નલ સિસ્ટમને સુધારવા પ્રયાસ હાથ ધરાયા છે. સાથે લોકોને પણ નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપી છે. શહેરના ટ્રાફિકમાં સમસ્યારૂપ બનેલા વધુ પડતા મોટા સર્કલને તોડીને નાના કરવામાં આવશે. તેમજ સોસાયટીઓમાં જે કટ આપવામાં આવ્યા છે અને જયાં લોકોએ જાતે કટ કરી દીધા છે તે તમામ બંધ કરાશે. જંકશન પર મોટાભાગે લેફ્ટ ટર્ન ખુલ્લો રાખવામાં આવશે. સામાન્ય સુધારા બાદ સંભવત આગામી દિવસોમાં ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે થઈ શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ