Not Set/ બિન સચિવાલય પરીક્ષા / પરીક્ષાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાનો ખુલાસો, જાણો શું કહ્યું FSLના રીપોર્ટ અંગે..?

છેલ્લા કેટલાય દિવસોથી બીન સચીવાલયની પરીક્ષા આપેલા પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે ધરણા  કરી ને બેઠા છે. જલદ અને ઉગ્ર આંદોલન પણકર્યા છે. વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમો આપ્યા. પ્રતિક ઉપવાસ કર્યા. પરંતુ આ પરીક્ષાર્થી પોતાના નિર્ણય પર અડીખમ રહ્યા છે. હવે  ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ પણ આવી ગયો છે. ત્યારે આ આંદોલનના વિદ્યાર્થીનેતા એવા યુવરાજસિંહ જાડેજા […]

Top Stories Gujarat
winter 26 બિન સચિવાલય પરીક્ષા / પરીક્ષાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાનો ખુલાસો, જાણો શું કહ્યું FSLના રીપોર્ટ અંગે..?

છેલ્લા કેટલાય દિવસોથી બીન સચીવાલયની પરીક્ષા આપેલા પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે ધરણા  કરી ને બેઠા છે. જલદ અને ઉગ્ર આંદોલન પણકર્યા છે. વિધાનસભા ઘેરાવ જેવા જલદ કાર્યક્રમો આપ્યા. પ્રતિક ઉપવાસ કર્યા. પરંતુ આ પરીક્ષાર્થી પોતાના નિર્ણય પર અડીખમ રહ્યા છે. હવે  ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ પણ આવી ગયો છે.

ત્યારે આ આંદોલનના વિદ્યાર્થીનેતા એવા યુવરાજસિંહ જાડેજા એ આ પ્રસંગે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર ને પુરાવા આપ્યા હતા. અને હવે FSLના રીપોર્ટમાં તે બધા જ પુરાવા સાચા સાબિત થયા છે. તે સાચા સાબિત થયા છે.  તેમજ આ રિપોર્ટ મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રીને આપવામાં આવશે. પરીક્ષા અંગે આવતી કેબિનેટ બેઠકમાં નિર્ણય કરાશે. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, સરકારે પરીક્ષા રદ કરવી પડશે. પરીક્ષા રદ કરવામાં નહી આવે તો આંદોલન ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, નિષ્ણાતોએ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. નિષ્ણાતોના મત મુજબ પેપર લીક થયું હોવાના કેટલાક પુરાવા સામે આવ્યા છે. મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

FSL રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવા જણાવી રહ્યા છે. 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની ભરતીનું પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા વોટ્સએપમાં ફરતુ થયા અંગે વિદ્યાર્થીઓએ આપેલા પુરાવા સાચા હોવાનું એફએસએલએ સ્વીકાર્યું છે. પરીક્ષાર્થી આગેવાનોએ રજૂ કરેલા મોબાઈલમાં 11.06 વાગ્યે પેપર પરીક્ષા રૂમથી બહાર આવ્યાનું સ્પષ્ટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.