Mission sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ઓડિશાના દરિયાકાંઠે આજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સરફેસ ટુ સરફેસ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

Top Stories India
YouTube Thumbnail 58 ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારત ચંદ્રયાન-3ની સફળતા બાદ દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે. આજે ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે. ઓડિશા કિનારે આજે પ્રલય મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. પ્રલય મિસાઈલનું સવારે 9.50 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન મિસાઇલે તેના તમામ મિશન ઉદ્દેશ્યો સિદ્ધ કર્યા. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જમીન પર છોડી શકાય એવી આ મિસાઈલ ૫૦૦ કિ.મી. દૂરના ટાર્ગેટને તોડી પાડવા સક્ષમ છે. આ મિસાઈલ વજનમાં પાંચ ટનનું છે અને તે ૮૦૦ કિલોગ્રામનો દારૂગોળો લઈ જવા માટે સક્ષમ છે.

સામાન્ય રીતે કોઈપણ પરીક્ષણ દરિયાકાંઠાની આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે. ઓડિશાના દરિયાકાંઠે આજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સરફેસ ટુ સરફેસ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) ‘પ્રલયા’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના આ દરિયાકાંઠાનું અબ્લુદ કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે જે એક વૈજ્ઞાનિકની સાથે આપાણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. સફળ થયેલા

પ્રલય મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી હોવાનું સંરક્ષણ અધિકારીએ માહિતી આપી. વધુમાં તેમણે જણાવ્યું કે સવારે 9.50 આ પ્રલય મિસાઈલ છોડવામાં આવ્યું. પ્રલય મિશને તેના તમામ ઉદેશ્યો સિદ્ધ કર્યા છે અને ટ્રેકિંગ સાધનોની બેટરી દરિયાકિનારે તેના માર્ગનું નિરીક્ષણ કરે છે. ‘પ્રલય’ મિસાઈલની વિશેષતા છે કે તે 350-500 કિમીની રેન્જ સાથેની ટૂંકી રેન્જ, સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે. જે લોડ ક્ષમતા 500-1,000 કિગ્રા છે.

પ્રલય મિસાઈલની સરખામણી ચીનની ‘ડોંગ ફેંગ 12’ અને રશિયાની ‘ઈસ્કાન્ડર’ સાથે કરી શકાય છે, જેનો ઉપયોગ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3 બાદ પ્રલય મિસાઈલ પૂર્ણ રીતે સફળ થતા ભારતના દુશ્મનોના પેટમાં તેલ રેડાશે. ભારતનું મહાસત્તા બનવા તરફનું પ્રયાણ આગળ વધશે.


whatsapp ad White Font big size 2 4 ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ


આ પણ વાંચો : ‘પઠાણ’ સામે પડકાર/ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

આ પણ વાંચો : Gujarat Heart Attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત

આ પણ વાંચો : #Uttar_Pradesh/ ઉત્તરપ્રદેશના અલીગઢનું બદલાશે નામ, દરખાસ્ત મંજૂર થતા થશે ‘હરિગઢ’