#Uttar_Pradesh/ ઉત્તરપ્રદેશના અલીગઢનું બદલાશે નામ, દરખાસ્ત મંજૂર થતા થશે ‘હરિગઢ’

ભાજપ સરકાર શાસનમાં આવ્યા બાદ અનેક માર્ગો, યોજનાઓ અને સ્થાનનો નામ બદલી રહી છે. હવે આ નામકરણ રૂપાંતરમાં વધુ એક નામ ઉમેરાશે. ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલાશે

Top Stories India
YouTube Thumbnail 54 ઉત્તરપ્રદેશના અલીગઢનું બદલાશે નામ, દરખાસ્ત મંજૂર થતા થશે ‘હરિગઢ’

ભાજપ સરકાર શાસનમાં આવ્યા બાદ અનેક માર્ગો, યોજનાઓ અને સ્થાનનો નામ બદલી રહી છે. હવે આ નામકરણ રૂપાંતરમાં વધુ એક નામ ઉમેરાશે. ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલાશે. ઉત્તરપ્રદેશની અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલીગઢનું નામ બદલી હરિગઢ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મંજૂર થતા હવે ‘અલીગઢ’ તેના નવા નામ ‘હરિગઢ’ તરીકે ઓળખાશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામા આવ્યો છે. જેને લઈને અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે આશા વ્યક્ત કરી છે કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. સિંઘલે કહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવામાં આવે. અને સર્વાનુમતે આ દરખાસ્ત પસાર કરવામાં આવી છે. હવે આ દરખાસ્તને આગળ સરકારને મોકલવામાં આવશે. મને આશા છે કે સરકાર અમારી માંગ પૂરી કરશે.

અલીગઢનું નામ હરિગઢ કરવાને લઈને સિંઘલે કહ્યું કે સનાતન ધર્મની પ્રાચીન સભ્યતા અને પરંપરાને આગળ ધપાવવાને લઈને આ દરખાસ્ત મૂકવામાં આવી. બહુ જલ્દી અલીગઢ હરિગઢ તરીકે ઓળખાશે. આ સિવાય ઘણા રેલવે સ્ટેશનોના નામ પણ બદલવામાં આવ્યા છે.

18મી સદીમાં અલીગઢ કોલ અથવા કોઈલ તરીકે ઓળખાતું હતું.  એ સમયે આ સ્થાન પર કોઈલ સમુદાયની વધુ વસ્તી હોવાના કારણે કોઈલ નામ પાડવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે મુસ્લિમ શાસકોના આક્રમણ પહેલા અંહી રાજપૂતોનું રાજ હતું.  આ સ્થાન પરથી ખોદકામ દરમ્યાન બૌદ્ધ મૂર્તિના અવશેષો પણ મળ્યા હતા. 1573માં મુસ્લિમ શાસકે આ સ્થાન પર કબજો કર્યો બાદ આ સ્થાનનું નામ અલીગઢ થયું.  ઉત્તરપ્રદેશમાં અગાઉ યોગી સરકારના શાસન દરમિયાન જ મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન અને ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 ઉત્તરપ્રદેશના અલીગઢનું બદલાશે નામ, દરખાસ્ત મંજૂર થતા થશે ‘હરિગઢ’


આ પણ વાંચો : બેકાબૂઃ અમદાવાદમાં જીવનને ‘ઓવરટેક’ કરતી ‘ઓવરસ્પીડ’

આ પણ વાંચો : ઇન્કમટેક્સ વિભાગના દરોડા, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન પર સકંજો

આ પણ વાંચો : Mohammadi/ નોબેલ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ શા માટે ભૂખ હડતાળ કરી? માત્ર ખાંડ, મીઠું અને પાણી લઈ રહી છે