Death roads/ બેકાબૂઃ અમદાવાદમાં જીવનને ‘ઓવરટેક’ કરતી ‘ઓવરસ્પીડ’

2022માં 488 અમદાવાદીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. કુલ 1,711 અકસ્માતે અમદાવાદીઓના કેટલાય કુટુંબોના હાલબેહાલ કરી નાખ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
Death road બેકાબૂઃ અમદાવાદમાં જીવનને ‘ઓવરટેક’ કરતી ‘ઓવરસ્પીડ’

અમદાવાદઃ કહેવત છે કે હરિનો માર્ગ છે શૂરાનો, કાચાપોચાનું નહી કામ. હવે આ જ વાત વર્તમાન સંજોગોમાં અમદાવાદના રસ્તાઓને પણ લાગુ પડવા માંડી છે. અમદાવાદના રસ્તા પર વાહન ચલાવવું અને ચાલવું તે શૂરાનું કામ છે, કાચાપોચાનું નહી. 2022માં 488 અમદાવાદીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. કુલ 1,711 અકસ્માતે અમદાવાદીઓના કેટલાય કુટુંબોના હાલબેહાલ કરી નાખ્યા હતા.

માર્ગ અને પરિવહન મંત્રાલયે રાજ્ય દીઠ અને શહેર દીઠ અકસ્માતમાં જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં અકસ્માતમાં થયેલા મોટાભાગના મોત ઓવરસ્પીડિંગના લીધે થયા છે. હવે એક જ વર્ષમાં 488ના મોત બતાવે છે કે દરરોજે એક કરતાં વધુ અકસ્માત થયો છે. અગાઉના વર્ષે આ આંકડો 404નો હતો.

આ ઉપરાંત અન્ય ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદમાં થયેલા માર્ગ અકસ્માતમાં સૌથી વધારે 215 મોત ટુ-વ્હીલર ચાલકોના થયા છે. આમ ટુ-વ્હીલર ચાલકો માટે અમદાવાદના રસ્તા ડેથ રોડ બન્યા છે. તેના પછીના ક્રમે 194 રાહદારીઓના મોત થયા છે. આ બતાવે છે કે અમદાવાદના રસ્તા પર ચાલવું હવે મોતને આમંત્રણ આપવા જેવું છે. જ્યારે કુલ 28 સાઇકલ સવાર પણ અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામ્યા છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં ગુજરાતમાં માર્ગ અકસ્માત અને મૃત્યુના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રના આંકડા મુજબ ગુજરાતમાં 2022માં માર્ગ અકસ્માતની 15,751 માર્ગ અકસ્માતની ઘટના બની હતી. તેમા કુલ 7,168ના મોત થયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો 7168 પરિવાર રઝળતા થઈ ગયા હતા. મોટાભાગના અકસ્માત ઓવરસ્પીડના લીધે થતું હોવાનું તારણ સામે આવ્યું છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દરરોજે 43 લોકોના મોત માર્ગ અકસ્માતના કારણે થાય છે. તેના પગલે 95 ટકા અકસ્માતમાં ઓવરસ્પીડ કારણભૂત હોવાનું તારણ નીકળ્યું છે.  એક જ વર્ષમાં થયેલા અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના લીધે 1,814 લોકોએ જીવ ગુમાવ્યા છે તો સીટબેલ્ટ ન બાંધવાના લીધે 891ના મોત થયા છે. ગુજરાતમાં એક વર્ષમાં હિટ એન્ડ રનની 2,209 ઘટના બની છે, તેમા 1,429ના મોત થયા છે.


આ પણ વાંચોઃ Palestine/ પેલેસ્ટાઈનએ ગાઝામાં ઈઝરાયેલના હુમલાની નિંદા કરી, આંતરરાષ્ટ્રીય કોર્ટને ‘ગુનેગારોની ધરપકડ’ કરવા કહ્યું

આ પણ વાંચોઃ Terrorists Attack/ આતંકીઓએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર તબાહી મચાવી, એન્કાઉન્ટરમાં એક કર્નલ અને 3 જવાન શહીદ

આ પણ વાંચોઃ માંગ/ ‘એક લાખ કન્સ્ટ્રકશન વર્કરો મોકલો’, કોણે કરી ભારતને તાકીદ