Shocking/ કાર ચલાવતા શખ્સ માટે પાણીની બોટલ બની મોતનું કારણ

પાણીની બોટલને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હા આ વાત સાંભળીને ભલે નવાઇ લાગે પરંતુ આ વાત એકદમ સાચી છે. પાણીની બોટલને કારણે એક એન્જિનિયરનું મોત થયું છે.

Top Stories Ajab Gajab News
કારની બ્રેક અને પાણીની બોટલ

પાણીની બોટલને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હા આ વાત સાંભળીને ભલે નવાઇ લાગે પરંતુ આ વાત એકદમ સાચી છે. પાણીની બોટલને કારણે એક એન્જિનિયરનું મોત થયું છે. બોટલનાં કારણે થયેલો આ અકસ્માત હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

કારની બ્રેક અને પાણીની બોટલ

આ પણ વાંચો – Viral Video / ફ્લાઇટમાં માસ્ક ન પહેરવા પર મહિલાએ વૃદ્ધને મારી દીધો લાફો, અને પછી શું થયુ જુઓ…

આપને જણાવી દઇએ કે, જે પાણીની બોટલથી આપણે પોતાની તરસ છીપાવી શકીએ છીએ, તે જ પાણીની બોટલ કોઇ માણસનો જીવ લઇ શકે છે, જાણીને સૌ કોઇ હેરાન થઇ જશે પરંતુ આ એક સાચી ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. જ્યા એક કાર ચલાવતા શખ્સ માટે પાણીની બોટલ તેની મોતનું કારણ બની છે. જણાવી દઇએ કે, નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં એક એન્જિનિયરનું કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં એન્જિનિયરનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે આ પહેલા તે બન્નેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા એન્જિનિયર અભિષેક ઝા નું મોત થયુ છે. આપને જણાવી દઇએ કે, શુક્રવારે રાત્રે નોઈડાથી ગ્રેનો તરફ ઝડપભેર કાર જઈ રહી હતી. કારમાં બે યુવકો સવાર હતા. કાર સૂરજપુર કોતવાલીનાં સેક્ટર-144 પોલીસ ચોકી વિસ્તારમાં પહોંચી. ત્યારે કારમાં રાખેલી પાણીની બોટલ પડી હતી અને બ્રેક પેડલ પાસે ફસાઈ ગઈ હતી. ડ્રાઇવરને આ વાતની જાણ નહોતી. ડ્રાઈવરે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બોટલનાં કારણે ડ્રાઇવર બ્રેક લગાવવામાં નિષ્ફળ રહ્યો અને કાર કેન્ટર સાથે અથડાઈ ગઇ.

કારની બ્રેક અને પાણીની બોટલ

આ પણ વાંચો – મંતવ્ય ન્યૂઝના કોલમિસ્ટનું નિધન / મંતવ્ય ન્યૂઝના કોલમિસ્ટ અને વરિષ્ઠ પત્રકાર હિંમતભાઈ ઠક્કરનું નિધન

જણાવી દઇએ કે, આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોને ઈજા થઈ હતી. 112 હેલ્પલાઈન પર મળેલી માહિતી પર PCR પર તૈનાત પોલીસકર્મીઓ પહોંચ્યા અને લોકોની મદદથી ઘાયલોને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. સેક્ટર-144 ચોકીનાં ઈન્ચાર્જ ઉત્તમ કુમારનું કહેવું છે કે, અકસ્માત તેમના વિસ્તારમાં થયો હતો પરંતુ PCR પર તૈનાત પોલીસકર્મીઓની મદદથી ઘાયલોને નોઈડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.