કોરોના/ અમદાવાદમાં પણ કોરોનાની દહેશત,આજે નવા 11 કેસો નોંધાયા,કુલ 33 કેસ સક્રીય

અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે,જે ચિંતાજનક બાબત છે, શહેરમાં કોરોનાના 11 કેસો આજે નોંધાયા છે

Top Stories Gujarat
1 24 અમદાવાદમાં પણ કોરોનાની દહેશત,આજે નવા 11 કેસો નોંધાયા,કુલ 33 કેસ સક્રીય
  • અમદાવાદઃ શહેરમાં કોરોના એ ફરી માથું ઉચક્યું
  • સતત કોરોના કેસોમાં થઇ રહ્યો છે વધારો
  • શહેરમાં વધુ કોરોનાના 11 કેસો નોંધાયા
  • 7 પુરુષો અને 4 મહિલાઓને થયો કોરોના
  • કોરોના ગ્રસ્ત 33 લોકો હોમ ક્વોરેન્ટાઈન
  • થલતેજ, બોડકદેવ, નવરંગપુરામાં આવ્યા એક્ટિવ કેસો
  • દુબઈ, કેરાલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડાના પ્રવાસીઓમાં કોરોના
  • શહેરમાં કુલ 33 કોરોનાના એક્ટિવ કેસ

દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,જેના લીઘે સરકાર એકશનમાં આવી છે, અને સજાગ રહેવાની તાકિદ  રહેવા એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે,જે ચિંતાજનક બાબત છે, શહેરમાં કોરોનાના 11 કેસો આજે નોંધાયા છે, નવા મળેલા કોરોનાના કેસમાં 7  પુરૂષ અને 4 મહિલાઓ કોરોનાગ્રસ્ત જોવા મળ્યા હતી.કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, 33 દર્દીઓ બોમ કવોરેન્ટાઇ થયા છે. શહેરમાં થલતેજ, બોડકદેવ,નવરંગપુરામાં  એકટિવ કેસ જોવા મળ્યા છે, દુબઇ,કેરાલા, હૈદરાબાગ,અમેરિકા, કેનેડાના પ્રવાસીઓમાં કોરોના જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં નાતાલ નો તહેવાર છે, અને ભીડભાડ વાળા વિસ્તારમાં જતા લોકોએ માસ્કનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું છે, કોરોના ફરી એકવાર માથું ઉચક્યું છે.