જમ્મુ-કાશ્મીર/ કલમ 370 હટાવ્યાની બીજી વર્ષગાંઠ પર બારામુલ્લામાં આતંકીઓએ કર્યો પોલીસ પર હુમલો

જમ્મુ -કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઘાટીમાં કલમ 370 અને 35A ને રદ કરવાની બીજી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. 

Top Stories India
370

જમ્મુ -કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઘાટીમાં કલમ 370 અને 35A ને રદ કરવાની બીજી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલામાં કોઈની મોત કે કોઇ ઈજા થઈ નથી. જણાવી દઇએ કે, આ વિસ્તારમાં કલમ 370 અને 35A હટાવવાનો હજુ પણ વિરોધ છે. આ જ કારણ છે કે બીજી વર્ષગાંઠ પર પણ આ વિસ્તાર સંપૂર્ણપણે બંધ છે.

11 121 કલમ 370 હટાવ્યાની બીજી વર્ષગાંઠ પર બારામુલ્લામાં આતંકીઓએ કર્યો પોલીસ પર હુમલો

આ પણ વાંચો – ગંભીર બેદરકારી /  ગીરગઢડાના વેળાકોટ ગામે બાળકોને પ્લાસ્ટીકના ચોખાનું વિતરણ કરાતા વાલીઓમાં રોષ

અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીર જિલ્લાના બાટપોરામાં સવારે 10.20 વાગ્યે પોલીસ પાર્ટી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ કે સંપત્તિ કે કોઈ ઈજાના અહેવાલ નથી. કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં વિસ્તારમાં સંપૂર્ણ બંધ છે. આજથી બરાબર 717 દિવસ પહેલા, ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભામાં બંધારણની કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. 72 વર્ષ સુધી, જમ્મુ -કાશ્મીર અને દેશ વચ્ચે કલમ 370 નું અંતર હતું, જે બે વર્ષ પહેલા આ દિવસે ઈતિહાસ રચાયો હતો અને નવા કાશ્મીરની વાર્તા લખી હતી. આપને જણાવી દઇએ કેે, કલમ 370 હટાવ્યાનાં બે વર્ષ પૂરા થતાં ભાજપે જમ્મુમાં ઉજવણી કરી હતી. ભાજપનાં નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, 5 ઓગસ્ટ, 2019 નાં રોજ કેન્દ્ર સરકારે વિભાજનકારી કલમ 370 નાબૂદ કરીને રાષ્ટ્રીય હિતમાં મોટો નિર્ણય લીધો હતો.

11 122 કલમ 370 હટાવ્યાની બીજી વર્ષગાંઠ પર બારામુલ્લામાં આતંકીઓએ કર્યો પોલીસ પર હુમલો

આ પણ વાંચો – નારી ગૌરવ દિવસ /  જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

કલમ 370 હટાવવામાં આવી ત્યારથી આતંકવાદની ઘટનાઓ પણ ઘટી છે. ઓગસ્ટ 2017 થી જુલાઈ 2019 સુધી, જમ્મુ -કાશ્મીરમાં 129 નાગરિકો માર્યા ગયા છે, 211 સુરક્ષા દળોનાં જવાનો શહીદ થયા છે અને 509 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. કલમ 370 હટાવ્યા પછી, ઓગસ્ટ 2019 થી ઓગસ્ટ 2021 સુધી 66 નાગરિકો મૃત્યુ પામ્યા છે, એટલે કે 49 ટકાનો ઘટાડો થયો છે. સુરક્ષાદળોનાં 131 સૈનિકો શહીદ થયા એટલે કે 62 ટકા અને 365 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. એટલે કે આતંકવાદીઓની હત્યામાં પણ 28 ટકાનો ઘટાડો થયો છે. જણાવી દઇએ કે, ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભામાં ઠીક 717 દિવસ પહેલા એટલે કે 5 ઓગસ્ટ 2019 નાં બંધારણની કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.