એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ પત્રાચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. પીએમએલએ તપાસમાં ઈડીએ અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં રાઉતના ફ્લેટ જપ્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કૌભાંડ 1034 કરોડ રૂપિયાનું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વિટર પર લખ્યું, ‘અસત્યમેવ જયતે!!
મળતી માહિતી મુજબ, 1034 કરોડના પત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતના નજીકના પ્રવીણ રાઉતનું નામ છે, જેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં EDએ ચાર્જશીટ પણ દાખલ કરી છે.
આ પણ વાંચો:કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધી કહ્યું, લોકશાહી અને સમાજ માટે બદલાવ જરૂરી
આ પણ વાંચો: આયુર્વેદ વિશે ખૂબ જાણ્યું, હવે સમજો વૃક્ષાયુર્વેદ શું છે?
આ પણ વાંચો: કચ્છ-ભૂજમાં સ્થપાશે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ