World Cup 2023/ ક્રિકેટ રસિકો ધ્યાન રાખજો..! અમદાવાદ CPનું જાહેરનામું વાંચ્યું તો છે ને?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ICC ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત  5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.જણાવીએ કે, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ ઉપરાંત 5 મેચો રમાવાની છે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 1 3 ક્રિકેટ રસિકો ધ્યાન રાખજો..! અમદાવાદ CPનું જાહેરનામું વાંચ્યું તો છે ને?
  • ICC વર્લ્ડ કપને લઇ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
  • 5 થી 19 ઓક્ટોબર દરમિયાન રમાનાર મેચોને લઇ જાહેરનામું
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર 5 મેચોને લઇ જાહેરનામું
  • મેચ દરમિયાન ટ્રાફિક નિવારણ માટે વૈકલ્પિક રૂટ અપાયા
  • જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર પ્રવેશ નિષેધ
  • મેચ દરમિયાન તપોવન સર્કલથી અપાયો વૈકલ્પિક માર્ગ

Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ICC ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત  5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.જણાવીએ કે, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ ઉપરાંત 5 મેચો રમાવાની છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે. આવામાં અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે આ મેચ

  • 5 ઓક્ટોબર (ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ)
  •  14 ઓક્ટોબર (ભારત Vs પાકિસ્તાન)
  •  4 નવેમ્બર (ઈંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા)
  • 10-નવેમ્બર (સાઉથ આફ્રિકા Vs અફઘાનિસ્તાન)
  • 19 નવેમ્બરે ફાઈનલ મેચ

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું આ 5 દિવસ દરમિયાન સવારે 11 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જ્યારે આ જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.

આ મેચો જોવા માટે VVIP ઉપરાંત મોટી સંખ્યામાં દર્શકો તેમજ ખેલાડીઓ અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો નિવારવા માટે કેટલાર રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી છે, તો કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

%E0%AB%88%E0%AA%BE%E0%AB%88%E0%AB%80 ક્રિકેટ રસિકો ધ્યાન રાખજો..! અમદાવાદ CPનું જાહેરનામું વાંચ્યું તો છે ને?

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત