Kheda/ સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

ખેડા જિલ્લાના નડિયાદના સોડપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ મોજ મસ્તી કરતા હોવા મળી રહ્યાં છે.

Gujarat Others Trending
YouTube Thumbnail 2023 11 01T162943.095 સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

Kheda News: ગુજરાતમાં દારૂબંધી છે છતાંપણ આપણે અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકોના ઝડપાવવાના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે પ્રશ્ન થાય કે સાચે જ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે? ત્યારે આવામાં ખેડા જિલ્લાના નડિયાદના સોડપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ મોજ મસ્તી કરતા હોવા મળી રહ્યાં છે. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, નડીઆદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલના સોડપુર ગામમાં સરકારી આરોગ્યકર્મીઓનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ તમામ આરોગ્ય કર્મીઓ સરકારી નોકરી કરતા પરમેનેન્ટ કર્મચારીઓ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ તમામ નડિયાદ તાલુકાના વિવિધ આરોગ્યકેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ 27 સપ્ટેમ્બરે ખેડાના સોડપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પ યોજાયો હતો. આ તરફ બ્લડ કેમ્પ બાદ જમણવાર આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું હતું. જે દરમિયાન આરોગ્યકર્મીઓએ અણછાજતું વર્તન કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વર્ગ ૩ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારીઓ છે. આ તમામ નડિયાદ તાલુકાના વિવિધ આરોગ્યકેન્દ્રમાં ફરજ બજાવે છે. આ તમામ સરકારી નોકરી કરતા પરમેનેન્ટ કર્મચારીઓ જાણવા મળ્યું હતું. ત્યારે હવે આરોગ્યકર્મીઓના નિવેદનો અને વીડિયોની તપાસ બાદ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે. સમગ્ર મામલાની મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવશે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ શિસ્તભંગ અને ફરજમાં ગેરવર્તણૂક નિયમ પ્રમાણેની કાર્યવાહી થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ


આ પણ વાંચો:રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત

આ પણ વાંચો:ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ