Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લામાં આજે માનવતા (Humanity)નું એક અનોખું અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પોતાની ફરજની સાથે માનવતાનો પણ શ્રેષ્ઠ પરિચય આપ્યો. પાદરવાંટ ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની નજર મહિલાની સ્થિતિ પર પડતા તેમણે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાની સરકારી ગાડી રોકી અને તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાવતાં કલેક્ટરની આ સંવેદનશીલ કામગીરી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પસાર થતો હોય ત્યારે લોકો તેમને માત્ર વહીવટી અધિકારી તરીકે જ જોતા હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈને આજે સાબિત કરી બતાવ્યું કે સાચો અધિકારી તે જ છે જે લોકોની મુશ્કેલીના સમયે તેમની સાથે ઉભો રહે.

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન જાગનાથ મંદિર ખાતે દર્શને ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા નથી સમયે પાદરવાંટ ગામ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયેલ જોવા મળ્યો જેમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ મહિલા રસ્તા પર પીડાથી તડપી રહી હતી. તે સમયે ત્યાંથી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના સરકારી કાર્યક્રમમાંથી પસાર થઈ રહ્યા હતા.
રસ્તા પર ઇજાગ્રસ્ત મહિલાને જોઈ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને તરત જ પોતાનો કાફલો રોકવાનો નિર્દેશ આપ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને મહિલાની સ્થિતિ અંગે માહિતી મેળવી અને વિલંબ કર્યા વિના મહિલાને પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડવાનો નિર્ણય લીધો હતો.
કલેક્ટરે માત્ર હોસ્પિટલ પહોંચાડવાની જ કામગીરી કરી નહોતી, પરંતુ મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી. સમયસર સારવાર મળતા મહિલાની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા કલેક્ટરની આ કામગીરી જોઈ સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા. સામાન્ય રીતે લોકો ઉચ્ચ અધિકારીઓને પ્રોટોકોલ અને વહીવટી કામગીરી સાથે જોડીને જોતા હોય છે, પરંતુ ગાર્ગી જૈનની આ પહેલે માનવતાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, કલેક્ટર ગાર્ગી જૈને જે રીતે તાત્કાલિક નિર્ણય લઈને મહિલાનો જીવ બચાવવા માટે પ્રયાસ કર્યો તે ખરેખર પ્રશંસનીય છે. આવી કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
સમાજમાં માનવતા (Humanity) અને સંવેદનશીલતાના મૂલ્યોને જીવંત રાખવા માટે આવી ઘટનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પદ અને સત્તા કરતાં માનવતા વધુ મોટી હોય છે.
એક તરફ તેઓ જિલ્લાના સર્વોચ્ચ વહીવટી અધિકારી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે, તો બીજી તરફ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પણ હંમેશા તૈયાર રહે છે. તેમની આ માનવતાભરી કામગીરી સમગ્ર જિલ્લામાં પ્રશંસાનો વિષય બની છે.
પાદરવાંટ ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાવનાર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આ કામગીરીએ લોકોના દિલ જીતી લીધા છે. “પદ કરતાં માનવતા (Humanity) મોટી” હોવાનો સંદેશ આપતી આ ઘટના આજે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે
