uttarpradesh news/ ગોરખપુરમાં માનવતા મરી પરવારી! 9મા ધોરણની વિદ્યાર્થિની સાથે 4 મહિના સુધી 10 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

Gorakhpurમાં 14 વર્ષની સગીરા સાથે નિર્દયતા. 4 મહિનાથી ગુમ થયેલી 9મા ધોરણની વિદ્યાર્થિની સાથે 10 લોકોએ અલગ-અલગ હોટલોમાં આચર્યું દુષ્કર્મ. રિક્ષા ચાલક અને હોટલ સંચાલક સહિત 4 આરોપીઓ જેલહવાલે.

NATIONAL India Trending
Minor Girl Rape Case Gorakhpur

Minor Girl Rape Case Gorakhpur: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી એક હચમચાવી દેનારો અને સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 14 વર્ષની સગીર વિદ્યાર્થિની, જે ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી, તેને 4 મહિના સુધી ગોંધી રાખીને 10 જેટલા નરાધમોએ અલગ-અલગ હોટલોમાં ગેંગરેપ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. 4 મહિનાથી ગુમ થયેલી આ બાળકીને આખરે પોલીસે CCTV અને સર્વેલન્સની મદદથી શોધી કાઢી છે. પીડિતાની આપવીતી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Gorakhpur: સ્કૂલે જવા નીકળેલી વિદ્યાર્થિની થઈ હતી ગુમ

પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા મૂળ ગોરખપુરના ચૌરી ચૌરા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તેના પિતા ગુજરાતમાં મજૂરી કામ કરે છે અને માતા બીમાર રહે છે. તેથી બાળકીના અભ્યાસ માટે તેની માસી તેને પોતાની સાથે લઈ ગઈ હતી. ગત 1 નવેમ્બર, 2025 ના રોજ પીડિતા રાબેતા મુજબ ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી, પરંતુ ત્યારબાદ તે ક્યારેય પરત ફરી ન હતી.

પરિવારે 7 દિવસ સુધી તેની ઘણી શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે 7 નવેમ્બરે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને 4 મહિના બાદ 23 માર્ચના રોજ બાળકીને શોધી કાઢી હતી.

રિક્ષાવાળાએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

બાળકી જ્યારે મળી ત્યારે તે ભારે આઘાતમાં હતી. પોલીસ પૂછપરછમાં તેણે જે આપવીતી જણાવી તે રૂંવાડા ઉભા કરી દે તેવી હતી. પીડિતાએ જણાવ્યું કે 1 નવેમ્બરે જ્યારે તે સ્કૂલે જઈ રહી હતી, ત્યારે તેને એક પરિચિત રિક્ષા ચાલક મનીષ રાજભર ઉર્ફે મોનૂ મળ્યો હતો.

મોનૂએ બાળકીને ફોસલાવીને પોતાની રિક્ષામાં બેસાડી દીધી અને તેને એક નિર્માણાધીન મકાનમાં લઈ ગયો હતો. ત્યાં મોનૂએ તેની સાથે રેપ કર્યો અને થોડીવાર પછી તેના બે મિત્રો પણ ત્યાં આવી પહોંચ્યા, જેમણે પણ સગીરા સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ આ નરાધમો પીડિતાને રસ્તા પર રઝળતી મૂકીને ફરાર થઈ ગયા હતા.

ઘરે જવાને બદલે આઘાતમાં પહોંચી રામગઢ તાલ

આઘાતમાં સરી પડેલી બાળકી ડરના માર્યા ઘરે જવાને બદલે સીધી રામગઢ તાલ પહોંચી ગઈ અને ત્યાં ચૂપચાપ બેસી રહી. આ દરમિયાન એક અજાણ્યો યુવક ત્યાં આવ્યો અને તેને મીઠી-મીઠી વાતોમાં ફસાવીને પોતાના ઘરે લઈ ગયો. આ યુવકે પણ સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેને એક મહિના સુધી ગોંધી રાખી અને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે આ યુવકે પણ પોતાના 2-3 મિત્રોને બોલાવીને પીડિતા સાથે ગેંગરેપ કરાવ્યો.

હોટલ સંચાલક સહિત 4 જેલહવાલે

પોલીસના જણાવ્યા અનુસાર, 4 મહિનાના આ નરકવાસ દરમિયાન પીડિતા સાથે 10 જેટલા લોકોએ અલગ-અલગ હોટલોમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને મેડિકલ તપાસ કરાવી છે, જેમાં રેપની પુષ્ટિ થઈ છે.

કોલ ડિટેલ્સ અને પીડિતાના નિવેદનના આધારે એક્શનમાં આવેલી ગોરખપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 10 લોકોની અટકાયત કરી છે. એસપી નોર્થ જ્ઞાનેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ કુકર્મમાં સામેલ હોટલ સંચાલક ધર્મરાજ, રિક્ષા ચાલક મનીષ રાજભર અને અન્ય બે આરોપીઓ સમીર અને કિશનની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 6 લોકોની સઘન પૂછપરછ ચાલી રહી છે.


આ પણ વાંચો: નોઈડા એરપોર્ટ ઉદ્ઘાટન,ઉત્તર પ્રદેશ બનશે ભારતનું સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના 

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં હવામાન બદલાશે, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ