જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની સરહદે આવેલા કૃષ્ણા ખીણ વિસ્તારમાં પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પડોશી દેશની આ ઉશ્કેરણીજનક કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયા હતા. જમ્મુના સંરક્ષણ પીઆરઓએ આ માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ખીણને ખલેલ પહોંચાડવાનો સતત પ્રયાસ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે. સંરક્ષણ પીઆરઓએ કહ્યું કે, શુક્રવારે સવારે પાકિસ્તાને પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં ફરી ગોળીબાર કર્યો છે. આમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થાય હતા.
ભારત તરફથી પાકિસ્તાની સેના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જણાવી દઈએ કે નિયંત્રણ રેખા પર સતત તણાવ ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે ત્રણ વાગ્યાથી પાક પક્ષ તરફથી ફાયરિંગ ચાલુ છે. મંગળવારે, પાકિસ્તાને શાહપુર કિરાની સેક્ટરમાં ખીણના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યો હતો. આ દરમિયાન એક મહિલા નાગરિકનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
